મુંબઈ:તારીખ 24 ફેબ્રુઆરીએ દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની 5મી પુણ્યતિથિ છે. આ પુણ્યતિથીના અવસર પર તેમના પતિ બોની કપૂરે સોશિયલ મીડિયા પર શ્રીદેવી સાથે જોડાયેલી કેટલીક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરીને તેમણે જુની યાદોને તાજી કરતા પ્રસંગો રજુ કર્યા છે. આ ઉપરાંત જાનવી કપૂરે પણ શ્રિદેવીને યાદ કરતી સુંદર તસવીર શેર કરી હતી. આ તસવીરને લઈ ચાહકોની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
આ પણ વાંચો:Farzi Web Series: રાશિ ખન્નાની ફિલ્મ 'ફર્ઝી' OTT પર થઈ રિલીઝ
બોની કપૂરે શેર કરી પોસ્ટ: શ્રીદેવીની પુણ્યતિથિ પર બોનીએ ઈન્સ્ટાગ્રામ પર એક પછી એક પોસ્ટ શેર કરી છે. તેમણે પોતાની અને શ્રીદેવીની જૂની તસવીર શેર કરી છે. આ સેટોરીના શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે, 'વર્ષ 1984ની મારી પ્રથમ તસવીર.' આ ઉપરાંત બોની કપૂરે 2 વીડિયો પણ શેર કર્યા છે. આ વીડિયોમાં તેમણે પોતાની અને શ્રીદેવીની પહેલી મુલાકાત અને અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક સ્ટોરી શેર કરી છે.
શ્રીદેવીની પુણ્યતિથિ: આ દિવસે અભિનેત્રીના મૃત્યુના સમાચારે આખા દેશને આંચકો આપ્યો હતો. શ્રીદેવીનું દુબઈમાં 24 ફેબ્રુઆરી 2018ના રોજ મૃત્યું થયું હતું. બોની કપૂર, પુત્રી ખુશી અને કપૂર પરિવારના અન્ય સભ્યો મોહિત મારવાહના લગ્નમાં હાજર રહ્યા હતા. ફિલ્મ નિર્માતા બોની કપૂરે શુક્રવારે પત્ની શ્રીદેવીને યાદ કરતાં તેમની પ્રથમ મુલાકાતની તસવીર શેર કરી હતી. શ્રીદેવીની 5મી પુણ્યતિથિના એક દિવસ પહેલા બોની કપૂરે તેમની છેલ્લી તસવીર પોસ્ટ કરીને તેમને યાદ કર્યા હતાં.
બોનીએ શેર કરી તસવીર: બીજી તરફ પુણ્યતિથિના એક દિવસ પહેલા ફિલ્મ નિર્માતાએ શ્રીદેવી સાથેની છેલ્લી તસવીર શેર કરી છે. સાથે લખ્યું છે કે, 'છેલ્લી તસવીર'. 2 દિવસ પહેલા જાનવી કપૂરે પણ શ્રીદેવીને યાદ કરતી તસવીર શેર કરી હતી. જેમાં તે તેમની માતા સાથે વાત કરતી જોવા મળી છે. શ્રીદેવી ગોલ્ડન સાડીમાં જોવા મળી રહી છે. તો જાનવી મલ્ટી કલર આઉટફિટમાં જોવા મળે છે. જાનવીએ લખ્યું છે કે, ''હું હજી પણ તમને દરેક જગ્યાએ શોધું છું મા, હું તમને ગર્વ અનુભવી શકું. હું જ્યાં પણ જાઉં છું અને જે પણ કરું છું, હું તમારી સાથે શરૂ કરું છું અને તમારી સાથે સમાપ્ત કરું છું.'' આ પોસ્ટ પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી હતી. જાનવીની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
આ પણ વાંચો:Rani Mukerji movie trailer: રાની મુખર્જીની ફિલ્મ 'મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે'નું ટ્રેલર રિલીઝ
બોની કપૂર અને શ્રીદેવીની પ્રથમ મુલાકા: બોની કપૂરે જણાવ્યું હતું કે, તેઓ અને શ્રીદેવી પહેલીવાર ફિલ્મ 'મિસ્ટર ઈન્ડિયા' દરમિયાન મળ્યા હતા. આ ફિલ્મમાં તેઓ અનિલ કૂપરની સામે શ્રીદેવીને લાવવા માંગતા હતા. જ્યારે શ્રીદેવીએ ફિલ્મ માટે 'હા' કહી ત્યારે બોની કપૂરે તેમને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું. શ્રીદેવીને સારા પોશાક, મેક અપ બધું જ આપવામાં આવ્યું હતું. પોતાની જૂની યાદોને શેર કરતા બોની કપૂરે ઈન્સ્ટાગ્રામ પર બીજી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાંં શ્રીદેવી બોની કપૂરને કિસ કરતી જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતાં ફિલ્મમેકરે કેપ્શન લખ્યું છે કે, 'બસ વ્યક્ત કરી રહ્યો છું.' આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે, 'સુંદર આત્મા પાસે સુંદર યાદો છે.'