ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Akshay kumar and Honey Singh Song: અક્ષય અને હનીની જોડી ચર્ચામાં, સેલ્ફ ફિલ્મનું ગીત 'કુડી ચમકીલી'નું ટીઝર થશે રિલીઝ - હની સિંહનું ગીત

બોલિવુડના અભિનેતા અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મિની ફિલ્મ 'સેલ્ફી'નું નવું ગીત 'કુડી ચમકીલી'નું ટીઝર રિલીઝ કરવામાં આવશે. જેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. કરણ જોહર નિર્મિત 'સેલ્ફિ' ફિલ્મમાં અક્ષય અને હનીની જોડી નવું ગીતને લઈ ધમાલ કરવા જઈ રહ્યાં છે. અક્ષય કુમાર અને યો યો હની સિંહના ચાહકો માટે ખુબ જ મોટા સમાચાર છે. જાણો અહિં સંપુર્ણ વિગત.

Akshay kumar and Honey Singh Song: અક્ષય અને હનીની જોડી ચર્ચામાં, સેલ્ફ ફિલ્મનું ગીત 'કુડી ચમકીલી'નું ટીઝર થશે રિલીઝ
Akshay kumar and Honey Singh Song: અક્ષય અને હનીની જોડી ચર્ચામાં, સેલ્ફ ફિલ્મનું ગીત 'કુડી ચમકીલી'નું ટીઝર થશે રિલીઝ

By

Published : Feb 17, 2023, 5:03 PM IST

મુંબઈઃબોલિવુડના ખિલાડી અક્ષય કુમાર અને રેપર બેતાજ બાદશાહ યો યો હની સિંહ ધમાલ કરવા જઈ રહ્યાં છે. આ જોડી ફરી ચર્ચામાં આવી છે. અક્ષય અને હનીની જોડીનું નુવું ગીત 'કુડી ચમકીલી' આવી રહ્યું છે. આ ગીત અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની ફિલ્મ 'સેલ્ફી'માં છે. જાણો અહિં ફિલ્મ 'સેલ્ફી'નું ગીત 'કુડી ચમકીલી'નું ટીઝર ક્યારે રિલીઝ થશે ?

આ પણ વાંચ:Swara Bhasker Viral Tweet: સ્વરા ભાસ્કરે તેના પતિ ફહાદને 'ભાઈ' કહ્યો, યુઝર્સ દ્વારા થઈ ટ્રોલ

અક્ષય કુમાર અને હની સિંહ ચર્ચામાં: બોલિવૂડ પ્લેયર અક્ષય કુમાર અને રેપરના બેતાજ બાદશાહ યો યો હની સિંહ ફરી એકવાર ચર્ચામાં આવી રહ્યા છે. અક્ષય અને હની સિંહનું નવું ગીત આવી રહ્યું છે. તે બંને સ્ટાર્સના ફેન્સ માટે કોઈ સારા સમાચારથી ઓછું નથી. કારણ કે, આ જોડી તેમના ગીતથી ધમાલ મચાવી ચૂકી છે. અક્ષય અને હની સિંહના ગીત 'બોસ' અને 'પાર્ટી ઓલ નાઈટ' આજે પણ પાર્ટી ગીતની યાદીમાં ટોચ પર છે. આવી સ્થિતિમાં લાંબા સમય બાદ ફરી એકવાર અક્ષય કુમાર અને હની સિંહ એક ગીતમાં સાથે જોવા મળશે.

કુડી ચમકીલી ગીત: અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ 'સેલ્ફી'ના નવા ગીત 'કુડી ચમકીલી'માં હની સિંહ સાથે ધૂમ મચાવશે. 'કુડી ચમકીલી ગીત'નું ટીઝર આવતીકાલે તારીખ 18મી ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહ્યું છે. અક્ષય અને હનીનો સંપૂર્ણ રોકસ્ટાર સ્વેગ આ ગીતની ઝલકમાં જોવા મળશે.

અક્ષય અને હનીની જોડી કરશે ધમાલ: સંપૂર્ણ ગીત ક્યારે રિલીઝ થશે તેની માહિતી હજુ આપવામાં આવી નથી. આ પહેલા વર્ષ 2013માં અક્ષય કુમાર અને હની સિંહની જોડીએ 'બોસ' ફિલ્મના ટાઈટલ સોંગ 'બોસ'થી ધમાકો મચાવ્યો હતો અને ત્યાં જ એન્ટરટેઈનમેન્ટ સોંગ 'પાર્ટી ઓલ નાઈટ'એ ધમાલ મચાવી હતી. આવી સ્થિતિમાં ફરી એકવાર અક્ષય અને હનીની જોડી તેમના ફેન્સને ગિફ્ટ આપવા આવી રહી છે.

આ પણ વાંચો:Raj Kapoor Bungalow: અભિનેતા રાજ કપૂરના બંગલાની થઈ ડિલ, જાણો કઈ કંપનીએ ખરીદ્યો

સેલ્ફી ફિલ્મ રિલીઝ ડેટ: અક્ષય કુમાર, ઈમરાન હાશ્મી, નુસરત ભરૂચા અને ડાયના પેન્ટી સ્ટારર ફિલ્મ 'સેલ્ફી' તારીખ 24 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન રાજ મહેતાએ કર્યું છે. ફિલ્મના નિર્માતા કરણ જોહર છે. ફિલ્મમાં અક્ષય કુમાર રોકસ્ટારના રોલમાં હશે અને ઈમરાન હાશ્મી પોલીસની ભૂમિકામાં હશે.

ABOUT THE AUTHOR

...view details