હૈદરાબાદ: બોલિવૂડની 'દબંગ' લેડી સોનાક્ષી સિન્હા ફિલ્મ 'ભુજ- ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા' (Bhuj The Pride of India) પછી ફરી સ્ક્રીન પર વાપસી કરી રહી છે. અભિનેત્રીની નવી ફિલ્મ 'નિકિતા રોય - એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસ'નો ફર્સ્ટ લુક રિલીઝ (nikita roy and the book of darkness first look ) કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું પોસ્ટર અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. સોનાક્ષીએ જણાવ્યું કે આ ફિલ્મને તેનો ભાઈ કુશ સિન્હા ડિરેક્ટ કરી રહ્યો છે.
આ પણ વાંચો:જાણો શમિતા શેટ્ટી પછી આ બોલીવૂડ એક્ટ્રર્સનું બ્રેકપ
દિગ્દર્શક કુશની આ પ્રથમ ફિલ્મ: સોનાક્ષી સિન્હાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ 'નિકિતા રોય - એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસ'નો ફર્સ્ટ લૂક રિલીઝ કરતી વખતે જણાવ્યું છે કે તેનો ભાઈ કુશ એસ સિંહ આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યો છે. દિગ્દર્શક તરીકે કુશની આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મમાં સોનાક્ષી લીડ રોલમાં હશે અને પરેશ રાવલ પણ મહત્વના રોલમાં હશે.