અમદાવાદDouble XL ની વાર્તા બે છોકરીઓના જીવનની આસપાસ ફરે છે જેઓ તેમના સપનાની શોધમાં સમાજના સૌંદર્યના ધોરણો અને બોડી શેમિંગને નેવિગેટ કરે છે અને અતૂટ મિત્રતા બનાવે છે. સોનાક્ષી અને હુમા ઉપરાંત Double XL ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ ભજવનારા ઝહીર ઇકબાલ, કરિસ પેન્ટેકોસ્ટ, સીના મોમસેન, સંકલ્પ ગુપ્તા અને કે. એલુવિયને પણ ફિલ્મના પ્રચાર માટે છ-સ્ક્રીન મલ્ટીપ્લેક્સની વિઝિટ (Sonakshi and Huma in Ahmedabad for film promotions ) કરી હતી.
નવા ખુલેલા સિગ્નેચર લક્ઝરી Mukta A2 સિનેમાની મુલાકાત સ્ટાર્સનું ભવ્ય સ્વાગત પોતાના મનપસંદ સ્ટાર્સની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો અને ફિલ્મ પ્રેમીઓ અહીં હાજર રહ્યા હતા અને તેમણે સ્ટાર્સનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ સ્ટાર્સે પણ તેમના ચાહકો સાથે થોડો સમય પસાર કરીને ખુશ હતા અને તેમની સાથે સેલ્ફી અને ફોટો લેવા માટે તેમને અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યો હતો.
પ્રવાસ લેખિકાના રોલમાં સોનાક્ષીસોનાક્ષી Double XL માં એક મહત્વાકાંક્ષી પ્રવાસ લેખિકા સાયરા ખન્નાની ભૂમિકા ભજવી રહી છે, જ્યારે હુમા રાજશ્રી ત્રિવેદીની ભૂમિકા નિભાવી રહી છે, જે મૂવીમાં સ્પોર્ટ્સ પ્રેઝન્ટર બનવાની ઈચ્છા ધરાવે છે. સમગ્ર ફિલ્મ તેમના જીવનની આસપાસ ફરે છે કારણ કે તેઓ જાડા હોવાના ટોણા સામે લડે છે અને સફળ થવાનો માર્ગ શોધે છે. મનોરંજન અને આનંદથી ભરપૂર આ ફિલ્મ સમાજને એક ઉમદા સંદેશ પણ આપે છે. ફિલ્મનું નિર્દેશન સત્રપ રામાણીએ કર્યું છે અને તે 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
થિયેટર વિશે ધ રિટેલ પાર્ક, બોપલ ખાતેના Mukta A2 સિનેમા મલ્ટિપ્લેક્સમાં 547 જેટલા મહેમાનોને રિક્લિનર્સ અને સોફા સાથે વૈભવી બેઠકમાં સમાવવાની ક્ષમતા છે. તે હાર્કનેસ 3D સ્ક્રીન, 2K લેસર પ્રોજેક્ટર અને સરાઉન્ડ સાઉન્ડથી પણ સુસજ્જ છે, જે પ્રેક્ષકોને શ્રેષ્ઠ અને ઇમર્સિવ મૂવી અનુભવ આપશે.