હૈદરાબાદ: અલ્લુ અર્જુન હાલમાં જ તેના પરિવાર સાથે રાજસ્થાન ગયા હતા. જ્યાંથી તેમણે સોશિયલ મીડિયા પર તેના ફેમિલી વેકેશનની સુંદર તસવીર સામે આવી છે. અલ્લુ આગામી 'પુષ્પા 2'માં જોવા મળવાના છે, ત્યારે તેમની તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચામાં છે. આ તસવીરમાં અભિનેતા બેઠા છે અને યોગાભ્યાસ કરી રહેલી પુત્રીને જોઈ રહ્યા છે.
Allu Arjun Daughter yoga: સ્નેહા રેડ્ડીએ અલ્લુ અર્જુન અને તેની પુત્રીના યોગાભ્યાસની તસવીર કરી શેર આ પણ વાંચો:AR Rahman UK : નાટુ-નાટુ જેવુ સોન્ગ બનાવાની તૈયારી, AR રહેમાને મણિરત્નમ સાથેની તસવીર કરી શેર
અલ્લુ અર્જુનની પુત્રીનો યોગાભ્યાસ: 'પુષ્પા' એક્ટર અલ્લુ અર્જુન અને તેની પત્ની સ્નેહા રેડ્ડી ટોલીવુડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. અલ્લુ અર્જુન અવારનવાર સોશિયલ મીડિયા પર તેના પરિવારની સુંદર તસવીર શેર કરે છે. આ દંપતીનાં બે બાળકો છે. જેમાં અયાન નામનો પુત્ર અને અરહા નામની પુત્રી છે. અલ્લુ અર્જુનની પત્ની સ્નેહાએ હાલમાં જ તેના પરિવારની એક તસવીર સોશિયલ મીડિયા પર પર શેર કરી છે. જેમાં અલ્લુ અર્જુન તેની પુત્રીને યોગાસન કરાવતો જોવા મળી રહ્યો છે. અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડી સોશિયલ મીડિયા પર તેમની એકથી વધુ સુંદર તસવીર ચાહકો માટે શેર કરતા રહે છે.
આ પણ વાંચો:Paul Grant Death: 'હેરી પોટર' અને 'સ્ટાર્સ વોર' ફેમ અભિનેતા પોલ ગ્રાન્ટનું નિધન
સ્નેહા રેડ્ડીએ કરી પોસ્ટ શેર: તાજેતરમાં સ્નેહાએ તેમના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અલ્લુ અર્જુન અને પુત્રી અરહા યોગા કસરત કરતી તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં અલ્લુ તેની બાજુમાં સોફા પર બેઠેલો જોવા મળે છે. જ્યારે અરહા આસનની પ્રેક્ટિસ કરતી જોઈ શકાય છે. આ સાથે અલ્લુ તેની હથેળી તેના માથા પર રાખીને બેઠો છે. સ્નેહાએ આ ફોટો અપલોડ કર્યો અને 'ગુડ મોર્નિંગ' સ્ટીકર સાથે શેર કર્યો છે. અલ્લુ અર્જુનની પુત્રી અરહાએ સમંથા રૂથ પ્રભુની નવી ફિલ્મ 'શકુંતલમ'થી અભિનયની શરૂઆત કરી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરના અંતમાં અરહા સિંહ પર બેઠેલી જોવા મળે છે. અરહાનો આ શોટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.