અમદાવાદ:શિત્તલ ઠાકોરનું નવું ગીત 'પ્રેમનું બટટ્ટર' રિલીઝ થઈ ગયું છે. આ અંગેની માહિતી સિત્તલ ઠાકોરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ સાથે વીડિયો સોન્ગનું શાનદાર પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતને સ્વર શિત્તલ ઠાકોર અને નરેશ ઠાકોરે આપ્યો છે. આ વીડિયો સોન્ગના નિર્દેશક પ્રણવ જેઠવા જેપી છે.
રોમેન્ટિક સોન્ગ આઉટ: તારીખ 5 ઓગસ્ટના રોજ ગુજરાતની પ્રખ્યાત સિંગર શિત્તલ ઠાકોરે સોશિયલ મીડિયા પર તેમના નવા સોન્ગનું પોસ્ટર રિલીઝ કર્યુ છે. આ સાથે ફિલ્મની યુ-ટ્યૂબ લિંક પણ શેર કરી છે. આ વીડિયો સોન્ગ છે, જેમાં નેહા સુથારની જોરદાર એન્ટ્રી જોવા મળે છે. આ વીડિયો સોન્ગ સ્ટુડિયો સરસ્વતી ઓફિશિયલ યુ ટ્યૂબ ચેનલ પર રિલીઝ થઈ ગયું છે. આ સોન્ગના પ્રોડ્યુસર મનોજ જોબનપુત્રા છે. મ્યુઝિક ઉત્પલ બોરોટ અને વિશાલ મોદી દ્વારા નિર્મિત છે.
ચાહકોની પ્રિતિક્રિયા: ચાહકોએ શિત્તલ ઠાકોરના ગીતના જોરદાર વખાણ કર્યા છે. ઈન્સ્ટાગ્રામ પર ચાહકોએ લખ્યું છે કે, 'નાઈસ સોન્ગ બેન', 'લુકિંગ નાઈસ', 'સુપર', 'નાઈસ સોન્ગ' લખ્યું છે. ત્યારે ઘણા એવા ચાહકો હતા જેમણે હાર્ટ અને ફાયર ઈમોજીસ શેર કરીને પ્રેમનો વરસાદ કર્યો છે. આ દરમિયાન યુ ટ્યૂબ ચેનલ પર ચાહકોએ કોમેન્ટ બોક્સમાં લખ્યું છે કે, 'સરસ ગીત છે નરેશભાઈ ઠાકોર', અન્ય ચાહકે લખ્યું છે કે, 'નરેશ ઠાકોરનું નવું જોરદાર લવ સોન્ગ.'
શિત્તલ ઠાકોરના ગીતો: શિત્તલ ઠાકોરે પોતાના સુરીલા આવાજથી ચાહકોના દિલમાં જગા બનાવી છે. ઢોલિવુડમાં પ્રખ્યાક ગાયક કલાકારોમાંથી એક છે. તેમના ગીતોમાં 'પ્રિત જન્મો જનમની', 'બેવફા તેરી યાદ હમે આતી હૈ', 'હા મોજ હા', 'તમે મને માવતર થઈને મળ્યા છો', 'જીવન જીવવુ સહેલું નથી', 'મારી માતાની છોડે', 'રુવે રૂદીયુને રુવે આંખડી', 'પાંચ નારિયેળનું તોરણ' વગેરે સામેલ છે.
- Kajol Devgan Birthday: 1990ના દાયકાની સફળ અભનેત્રી કાજોલનો આજે જન્મદિવસ છે, આ પ્રસંગે જાણો તેમના કેરિયર વિશે
- Box Office Collection: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ એક સપ્તાહ પુરો કર્યો, જાણો 8માં દિવસની કમાણી
- Kangana Ranaut First Look: 'ચંદ્રમુખી 2'માંથી કંગના રનૌતનો ફર્સ્ટ લુક આવ્યો સામે, ફિલ્મ ડિસેમ્બરમાં થશે રિલીઝ