અમદાવાદ:ટૂંક સમયમાં નવરાત્રી આવી રહી છે, ત્યારે આ નવરાત્રીનો આનંદ માણવા માટે સિંગર પૂજા કલ્યાણી ગરબા લઈને આવી રહી છે. પૂજા કલ્યાણીએ પોતાના સોશિયલ મીડિયા પર ગરબાની એક ઝલક શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને કલ્યાણીએ લખ્યું છે કે, ''આ નવરાત્રિમાં અન્ય કોઈની જેમ ગરબા ઉજવો અને આ નવરાત્રિ સ્પેશિયલ ગીતોની બીટ પર ડાન્સ કરો. ઋષિકેશ ગંગન દ્વારા રચિત, પૂજા કલ્યાણી દ્વારા ગાયું છે અને આ ટ્રેક ઉર્જાથી ભરપૂર છે.''
Singer Pooja Kalyani: સિંગર પૂજા કલ્યાણીએ 'ગરબા રમઝટ 2.0' નામનું નવું ટ્રેક રિલીઝ કર્યું છે
નવરાત્રી આવી રહી છે, ત્યારે સિંગર પૂજા કલ્યાણીએ નવો ટ્રેક 'ગરબા રમઝટ 2.0' લઈને આવી છે. પૂજાએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે અને આ સાથે એક ગરબાની ઝલક પણ શેર કરી છે.
Published : Sep 12, 2023, 4:17 PM IST
ગરબાની રમઝટ નામનું નવું ટ્રેક રિલીઝ: સિંગર પૂજા કલ્યાણીએ ગરબાની રમઝટ નામનું નવું ટ્રેક રિલીઝ કર્યું છે. પૂજા કલ્યાણીએ ગરબાની રમઝટ નામનું નવું ટ્રેક યૂટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યું છે, જેની એક ઝલક પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામા એકાઉન્ટ પર શેર કરી છે. આ વીડિયોમાં પૂજા કલ્યાણી જોવા મળે છે. પૂજા કલ્યાણીના ગરબા બીટ્સ લોકોને ગરબા રમવા માટે ઉત્સાહિત કરશે.
જાણો ગરબા વિશે: ગરબા મુખ્યત્વે ગુજરાતનો લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. નવરાત્રી નવ દિવસ ચાલે છે અને આ નૃત્યમાં અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે. ગરબો એ એક લોક સંસ્કૃતિ છે, જે ગામડાંમાં જ્યારે અનાજ પાકી જાય, ને આનંદના દિવસો આવે ત્યારે લોકો ભેગા થઈને દેવીદેવતાની સ્તુતિ કરીને આભાર વ્યક્ત કરતા હતા. આમાંથી એક લોકસંગીતનો પ્રકાર ઉભો થયો જે ગરબો કહેવાયો. હવે ગરબામાં નાચવા માટે પૂજા કલ્યાણી દ્વારા રિલીઝ કરવામાં આવેલું આ નવું ટ્રેક નિહાળો.