ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Singer kajal Maheriya: ગુજરાતી સિંગર કાજલ માહેરિયાનું 'મોટર માર્ગે હાલી જાય' ગીત રિલીઝ, જુઓ વીડિયો - મોટર માર્ગે હાલી જાય ગીત

ગુજરાતની પ્રખ્યાત સિંગર કાજલ માહેરિયાએ નવું ગીત રિલીઝ કર્યુ છે, જેનું નામ છે 'મોટર માર્ગે હાલી જાય'. હાલ આ ગીતે દર્શકોના દિલમાં આગ લગાવી દિધી છે. કાજલ માહેરિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે ગીતનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઈ દર્શકો જોરદાર વખાણ કરી રહ્યાં છે.

ગુજરાતી સિંગર કાજલ માહેરિયાનું 'મોટર માર્ગે હાલી જાય' ગીત રિલીઝ, જુઓ વીડિયો
ગુજરાતી સિંગર કાજલ માહેરિયાનું 'મોટર માર્ગે હાલી જાય' ગીત રિલીઝ, જુઓ વીડિયો

By

Published : Jun 2, 2023, 2:54 PM IST

Updated : Jun 2, 2023, 4:26 PM IST

હૈદરાબાદ: તાજેતરમાં સોશિયલ મિડિયા પર ગુજરાતી સિંગર કાજલ માહેરિયાએ એક નવું 'મોટર માર્ગે હાલી જાય' ગીત રિલીઝ કર્યું છે. જેનો વિડિયો કાજલ માહેરિયાએ પોતાને સશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. ચાહકો ગીત સાંભળવાનો ભરપૂર આનંદ લઈ રહ્યાં છે. આ સાથે કોમેન્ટ બોક્સમાં વખાણ કરી હ્યાં છે. કાજલ માહેરિયાનું નવું ગીત રિલીઝ થતાં જ ચાહકોનું દિલ ઝુમી ઉઠ્યું છે.

ગુજરાતી ગીત રિલીઝ: સિંગર કાજલ માહેરિયાએ 'મોટર માર્ગે હાલી જાય' ગીત ગયું છે. આ ગીતે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. કાજલ માહેરિયાના ચાહકો આ ગીત સાંભળવાનો ભરપૂર આનંદ લઈ રહ્યાં છે. સારેગામાં ગુજરાતી અને કાજલ માહેરિયા દ્વારા સોશિયલ મિડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. આ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, કાજલ માહેર્યા હ્રુદયસ્પર્શી ગુજરાતી ગીત સાથે પાછી આવી છે. 'મોટર માર્ગે હાલી જાય'. આ સુંદર ગીતનો આનંદ ફક્ત saregamagujarati પર.

યુઝર્સની કોમેન્ટ: યુઝર્સ આ સોન્ગ સાંભણીને પ્રિતિક્રિયા આપી રહ્યાં છે. એક યુઝરે લખ્યું છે કે, 'કાજલ બેન તમે લવ સોંગ એન્ડ ફિલિંગ વાળા સોંગ બોવ સરસ બનાવો છો'. બીજા યુઝરે લખ્યું છે કે, 'જોરદાર ગીત છે કાજલ મહેરીયા'. ત્રીજ યુઝરે લખ્યું, 'ખૂબ સરસ'. બીજા યુઝરે સોન્ગને લાઈક સાથે ફાયર અને દિલનું હાર્ટ ઈમોજી શેર કર્યાં છે.

કાજલ માહેરિયા વિશે: કાજલ માહેરિયાનો જન્મ 1992માં ગુજરાત રાજ્યના મહેસામા જિલ્લામાં નુગર ગામમાં થયો હતો. કાજેલ માહેરિયા ગુજરાતની પ્રખ્યાત ગાયક કલાકારોમાના એક છે. તેઓ ગાયિકા અને અભિનેત્રી છે. તેમણે ફક્ત 13 વર્ષની ઉંમરે ગીત ગાવાનું શરું કર્યું હતું. કાજલ માહેરિયાની શૈલીમાં સોન્ગમાં લોકગીત, ગરબા, લગ્નગીતનો સમાવેશ થાય છે.

  1. Bhed Movie : સસ્પેન્સ થ્રિલર ગુજરાતી ફિલ્મ ભેદનું પોસ્ટર અને ટીઝર થયું રિલીઝ
  2. Nisha Upadhyay Health Update: ભોજપુરી સિંગર નિશા ઉપાધ્યાયની હેલ્થ અપડેટ, ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયા હતા
  3. Sonakshi Sinha Birthda: અભિનેતા સત્રુઘ્ન સિંહાની પુત્રી સોનાક્ષી સિંહાનો જન્મદિવસ, જાણો તેમની કાર્કિર્દી
Last Updated : Jun 2, 2023, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details