હૈદરાબાદ:પંજાબી ગાયક શુબનીત સિંહની વિવાદાસ્પદ પોસ્ટને કારણે ચર્ચામાં છે, જેની અસર તેમના આગામી કાર્યક્રમો પર પણ પડી છે. પંજાબી સિંગરને ઈન્સ્ટગ્રામ પ્રોફાઈલ પર ભારતનો વિકૃત નકશો શેર કરવા બદલ ભારે પ્રતિક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે આખરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમની વિવાદાસ્પદ પોસ્ટને કારણે વિરાટ કોહલી, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા જેવી ઘણી હસ્તીઓએ સિંગરને અનફોલો કરી દીધો છે.
Shubneet Singh Controversy: શુબનીત સિંહ વિવાદ પર કંગના રનૌતે કહી મોટી વાત, જાણો શું મામલો છે ? - કંગના રનૌત
તાજેતરમાં પંજાબી સિંગર શુબનીત સિંહ ચર્ચામાં છે અને વિવાદોથી ઘેરાયેલા છે. ભારતના વિકૃત નકશાથી તેમણે ફરી એકવાર ખાલિસ્તાની ચર્ચા જગાવી છે. હવે અભિનેત્રી કંગના રનૌતે આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. કંગનાએ શું કહ્યું તે જાણવા માટે આગળ વાંચો.
Published : Sep 22, 2023, 1:44 PM IST
|Updated : Sep 22, 2023, 3:08 PM IST
કંગના રનૌતનું નિવેદન: કંગના રનૌતે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, ''શીખ સમુદાયે પોતાને ખાલિસ્તાનીઓથી અલગ પાડવું જોઈએ અને અખંડ ભારતના સમર્થનમાં વધુ શીખોએ બહાર આવવું જોઈએ. જે રીતે શીખ સમુદાય દ્વારા મારો બહિષ્કાર કરવામાં આવે છે અને તેઓ પંજાબમાં મારી ફિલ્મોનો કેટલો હિંસક વિરોધ કરે છે. કારણ કે, મેં ખાલિસ્તાનીઓ વિરુદ્ધ વાત કરી હતી તે સારો નિર્ણય નથી.'' આગળ વધુમાં તેમણે જણાવ્યું છે કે, ''ભૂતકાળમાં ખાલિસ્તાનીઓએ સમગ્ર શીખ સમુદાયને ભારે નુકસાન પોહોંચાડ્યું છે. હું સમગ્ર શીખ સમુદાયને વિનંતી કરું છું કે, તેઓ ધર્મના નામે ખાલિસ્તાનીઓ દ્વારા ઉત્તેજિત કે ન ઉશ્કેરાઈ. જય હિન્દ.''
શુબનીત સિંહ વિવાદ: જાણીતા પંજાબી સિંગર અને રેપરે ઈન્સ્ટાગ્રામ પર ભારતીય નકશાની વિકૃત છબી પોસ્ટ કરી હતી. ખાલિસ્તાની અલગતાવાદી જૂથોને ટેકો આપવાના આરોપોના વિવાદના પરિણામે ભારતીય જનતા યુવા મોરચાના સભ્યોએ મુંબઈમાં શુબનીતના કાર્યક્રમની જાહેરાત કરતા પોસ્ટરો ફાડી નાંખ્યા હતા. એટલું જ નહીં, પરંતુ BoAt એ ખાલિસ્તાની અલગતાવાદીઓને ટેકો આપવાની શંકાને કારણે મુંબઈમાં શુબનીતના કોન્સર્ટને સ્પોન્સર ન કરવાનો નિર્ણય કર્યો હતો.
- Jawan Box Office Collection: 'જવાન'નો જાદુ ઓસરવા લાગ્યો, 16માં દિવસે સૌથી ઓછું કલેક્શન કરે તેવી સંભાવના
- Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢાના લગ્નમાં 4 Cm બનશે મહેમાન, અનોખા અંદાજમાં થશે સ્વાગત
- Parineeti Chopra Wedding In Udaipur: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા ઉદયપુર પહોંચ્યા, એરપોર્ટ પર ભવ્ય સ્વાગતનો જુઓ વીડિયો