હૈદરાબાદ: ગોલ્ડી બરાડ ગેંગે પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની છાતીમાં 30 ગોળીઓ મારી હતી. આ ઘટનામાં માત્ર 28 વર્ષીય સિદ્ધુ મુસેવાલાનું મૃત્યુ (Sidhu moosewala death) થઈ ગયું. સિદ્ધુના નિધનથી તેમના ઘરમાં શોકનો માહોલ છવાયેલ છે અને તેમના ગામમાં લોકોના આંસુ અટકવાનું નામ નથી લઈ રહ્યા. સિદ્ધુ મુસેવાલાના નિધનથી સેલેબ્સ અને ફેન્સ પણ દુખી છે. આ ઘટનાથી જેને સૌથી વધુ આઘાત લાગ્યો છે તે છે, સિદ્ધુ મુસેવાલાની માતા ચરણ કૌર જે આ વર્ષે તેના પુત્રના લગ્નની તૈયારી કરી રહી હતી.
માતાનું સપનું રહ્યું અધુરુ: સિદ્ધુ મુસેવાલાના ઘરે લગ્નની જગ્યાએ શોકનો માહોલ - સિદ્ધુ મુસેવાલા
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા આ વર્ષે વરરાજો બનવાનો હતો. તેની માતા લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા. આ ઘટનાને કારણે સિદ્ધુ મુસેવાલાની માતા (Sidhu moosewala mother)નું સપનું માત્ર સપનું જ રહી ગયું.
આ પણ વાંચો:સિદ્ધુ મુસેવાલાની હત્યાથી બોલિવૂડમાં શોકનું મોજું, જુઓ આ બધા જાણીતા એક્ટરોએ શોક વ્યક્ત કર્યો
માતાનું સપનું રહ્યું અધુરુ: સિદ્ધુ મુસેવાલા તેની માતા ચરણ કૌરની ખૂબ નજીક હતા. તેથી જ યુવાન પુત્રના મૃત્યુથી ચરણ કૌર ભાંગી પડ્યા છે. ચરણ કૌર આ વર્ષે પુત્ર સિદ્ધુના માથા પર સેહરો બાંધવાની તૈયારી કરી રહી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સિદ્ધુના લવ મેરેજ થવાના (Sidhu moose wala wedding) હતા. એક ઈન્ટરવ્યુમાં સિદ્ધુ મુસેવાલાની માતાએ ખુલાસો કર્યો હતો કે, 'મારો પુત્ર થોડા સમય પછી સિંગલ નહીં રહે, કારણ કે તેના લગ્નની તૈયારીઓ થઈ રહી છે, જે આ વર્ષે ચૂંટણી પછી થવા જઈ રહ્યા છે, આ લગ્ન થશે અને લવ મેરેજ થશે, કારણ કે મારા દીકરાએ પોતે જ મારા માટે વહુ શોધી છે. યુવાન પુત્રના જવાથી ચરણ કૌરની હાલત ખરાબ છે. તે આ આઘાત સહન કરવામાં અસમર્થ છે. કારણ કે, પોતાના પુત્રના લગ્ન કરવાનું ચરણ કૌરનું સપનું હતું, જે અધૂરું રહી ગયું. ચરણ કૌર તેના પુત્રના મૃત્યુ પર વિશ્વાસ કરી શકતી નથી અને તે આ સમાચારથી બેભાન થઈ ગઈ છે.