મુંબઈ: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવુડમાંં સુંદર કપલ્સમાંથી એક છે. આ જોડી જ્યારે પણ કેમરા સામે આવે છે, ત્યારે સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. તાજેતરમાં આ કપલ ડિનર ડેટ માટેે બહાર નિકળ્યું હતું અને તેઓ મુંબઈ શહેરના બાંદ્રામાં સ્પોટ થયા હતા. સિદ્ધર્થ મલ્હોત્રા પોતાની સુંદર પત્ની કિયારા અડવાણીની સાથે શનિવારે રાત્રી દરમિયાન જોવા મળ્યા હતા. આ કપલનો વીડિયો એક પેપ્સ દ્વારા ઈન્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.
Sidharth Malhotra Video: સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી મુંબઈમાં થયા સ્પોટ, જુઓ વીડિયો - કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા
બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારા અડવાણી સાથે મુંબઈમાં સ્પોટ થયા હતા. સિદ્ધાર્થ-કિયારા ડિનર ડેટ માટે બહાર નિકળ્યા હતા. આ કપલ સોશિયલ મીડિયા પર હંમેશા હેડલાઈન્સમાં રહે છે. આ વખતે પાપારાઝી દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર થયો છે, જેમાં બંને ખુબ જ સુંદર દેખાઈ રહ્યાં છે.
Published : Aug 27, 2023, 1:15 PM IST
સિદ્ધાર્થ-કિયારા મુંબઈમાં થયા સ્પોટ: શેર કરવામાં આવેલા વીડિયોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવુડની સુંદર અભિનેત્રી કિયારા અડવાણીનો હાથ પકડીને રેસ્ટોરન્ટમાં જતાં જોઈ શકાય છે. તેમણે ડિનર ડેટ માટે 'શેરશાહ'ની અભિનેત્રીએ શોર્ટ વ્હાઈટ ડ્રેસ પસંદ કર્યો હતો. તેમણે પોતાના શાનદાર ડ્રેસ સાથે હિલ્સ પહેરી હતી. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ નેવી બ્લૂ ટી-શર્ટ અને ડેનિમ સાથે પોતાના દેખાવને પુર્ણ કર્યો હતો. આ કપલ ડિનર કર્યા બાદ રેસ્ટોરન્ટની બહાર નિકળ્યું હતું અને પાપરાઝીને પોઝ આપ્યો હતો.
ચાહકોએ કપલના કર્યા વખાણ: સિદ્ધાર્થ અને કિયારા અડવાણીનો વીડિયો સામે આવતા જ ચાહકોએ કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપવાનું શરું કરી દીધું હતું. ઘણા યુઝર્સો એવા હતા જેમણે સિદ્ધાર્થ અને કિયારાને 'બ્યુટિફુલ કપલ', 'ક્યૂટ કપલ', 'ફેવરેટ કપલ' કહી રહ્યાં હતાં. આ સુંદર કપલના વખાણ કરતા એક ચાહકે લખ્યું છે કે, ''તેઓ પરફેક્ટ મેચેડ કપલ છે, માશા અલ્લાહ.'' તાજેતરમાં જ સિદ્ધાર્થ અને કિયારા અડવાણીની વર્ષ 2021ની ફિલ્મ 'શેરશાહે' નેશનલ એવોર્ડ્સમાં સ્પેશિયલ જ્યુરી એવોર્ડ જીત્યો છે.