ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Sidharth Kiara Wedding: સંગીત સેરેમનીમાં સિદ્ધાર્થ કિયારાએ કર્યો ડાન્સ, મહેમાનોએ પણ કર્યું પરફોર્મન્સ - સિદ્ધાર્થ કિયારના લગ્ન

બોલિવૂડ કપલની મહેંદી સેરેમની બાદ સોમવારે રાત્રે સૂર્યગઢ હોટલમાં ભવ્ય સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિયારા અને સિદ્ધાર્થે પણ મહેમાનોની સાથે જોરદાર ડાન્સ કર્યો (Siddharth Kiara danced) હતો. આ સાથે લગ્ન (Sidharth Kiara Wedding) સમારોહમાં ઉપસ્થિત બન્ને પરિવારના સદસ્યો ઉપરાંત મહેમાનોએ કર્યો હતો ડાન્સ.

Etv BharatSidharth Kiara Wedding: સંગીત સેરેમનીમાં સિદ્ધાર્થ કિયારાએ કર્યો ડાન્સ, મહેમાનોએ પણ કર્યું પરફોર્મન્સ
Etv BharatSidharth Kiara Wedding: સંગીત સેરેમનીમાં સિદ્ધાર્થ કિયારાએ કર્યો ડાન્સ, મહેમાનોએ પણ કર્યું પરફોર્મન્સ

By

Published : Feb 7, 2023, 10:10 AM IST

જેસલમેર:બોલિવૂડના અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી આજે સ્વર્ણનગરીની સુર્યગઢ હોટલમાં લગ્ના સાત ફેરા લેશે. આ લગ્ન માટેની તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. લગ્ન સમારોહમાં બોલિવૂડ જગતના ઘણા બધા મહેમાનો આવ્યાં છે. લગ્ન સમારોહમાં તસ્વીર લઈ શકાય નહિં આ પ્રાકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ખાસ પર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આમ આ લગ્ન એક ભવ્ય રિતે થાય તે માટે તમામ પ્રકારની તૈયારી કરીવામાં આવી છે.આ સાથે સંગીત કાર્યક્રમમાં મહેમાનોએ મનમુકીને કર્યો હતો ડાન્સ.

Sidharth Kiara Wedding: સંગીત સેરેમનીમાં સિદ્ધાર્થ કિયારાએ કર્યો ડાન્સ, મહેમાનોએ પણ કર્યું પરફોર્મન્સ

આ પણ વાંચો:Bizcon India 2023 Conclave: TV એક્ટ્રેસ પ્રાચી દેસાઈ પહોંચી દેહરાદૂન, તેમણે શેર કર્યો અનુભવ

લગ્નમાં પધારેલા મહેમાન:આ લગ્નમાં જુહી ચાવલા, તેમની સાથે તેમના પતિ જયરામ, કરણ જોહર, શાહિદ કપૂર અને અન્ય ઘણા મહેમાનોનો આવ્યા છે. આ સાથે કિયારા અડવાણીની બાળપણની મિત્ર અને મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી રવિવારે સૂર્યગઢ હોટલમાં થોડો સમય માટે આવી હતી. ત્યાર બાદ તેઓ પરત ફર્યા હતાં.

Sidharth Kiara Wedding: સંગીત સેરેમનીમાં સિદ્ધાર્થ કિયારાએ કર્યો ડાન્સ, મહેમાનોએ પણ કર્યું પરફોર્મન્સ

ભવ્ય સંગીત કાર્યક્રમ:મહેંદી સેરેમની બાદ સોવારે ભવ્ય સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોએ જોરદાર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન વરરાજા સિદ્ધાર્થ મલ્હોત્રા અને દુલ્હન કિયારા અડવાણીએ પણ પરફોર્મન્સ આપ્યું હતું. આ ભવ્ય અને શુભ કાર્યક્રમમાં સિદ્ધર્થ અને કિયારાના પરિવારના સદસ્યોએ પણ લગ્નના ગીત પર આનંદ અને ઉલ્લાસ સાથે ડાન્સ કર્યો હતો. મળતી માહિતી મુજમ કોન્સર્ટના પ્લેલિસ્ટમાં 'કાલા ચશ્મા', 'નચદે ને સારા', 'જુગ જુગ જિયો રંગી સાડી', 'ગુલાબી ચુનરિયા', 'ડિસ્કો દિવાને' અને અન્ય લોકપ્રિય ગીત પર ડાન્સ કર્યો હતો.

Sidharth Kiara Wedding: સંગીત સેરેમનીમાં સિદ્ધાર્થ કિયારાએ કર્યો ડાન્સ, મહેમાનોએ પણ કર્યું પરફોર્મન્સ

આ પણ વાંચો:Sidharth Kiara Wedding: સિદ્ધાર્થ કિયારાના લગ્નની કોઈ સત્તાવાર જાહેરાત નથી

મહેમાનોએ કર્યો ડાન્સ: મળતી માહિતી અનુસાર હોટલ સુર્યગઢમાં લગ્ન સમારંભમાં વર અને કન્યા સિવાય લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહેલા બન્ને પરિવારના મહેમાનોએ ડીજે ગણેશના તાલ પર જોરદાર ડાન્સ કર્યો હતો. આ ડાન્સ પાર્ટીમાં શાહિદ, મીરા, કરણ જોહર અને જુહી ચાવલા હતાં. આ લગ્નમાં અભિનેત્રી કિયારા અડવાણીના ભાઈ મિશાલ અડવાણીએ પણ પોતાની બહેન માટે શુભ પ્રસંગે કોન્સર્ટ દરમિયાન ખાસ ડાન્સ કર્યો હતો. નોંધનિય છે કે, કિયારાનો ભાઈ મિશાલ અડવાણી પોતે એક રેપર સંગીતકાર અને સંગીત નિર્દેશક છે.

Sidharth Kiara Wedding: સંગીત સેરેમનીમાં સિદ્ધાર્થ કિયારાએ કર્યો ડાન્સ, મહેમાનોએ પણ કર્યું પરફોર્મન્સ

ABOUT THE AUTHOR

...view details