અમદાવાદ:ગુજરાતના હસ્ય કલાકાર અને ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાની આગાણી ફિલ્મની પ્રથમ ઝલક રિલીઝ કરી દીધી છે. તારીખ 31 જુલાઈના રોજ સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનો ફર્સ્ટ લુક ચાહકો સાથે શેર કર્યો છે. આ ફિલ્મમાં તેમની સાથે રૌનક કામદાર અને વ્યોમા નંદી, સિવમ પારેખ અને મલ્હાર રાઠોડ જોવા મળશે. 'હરી ઓમ હરી' ફિલ્મનું નિર્દેશન નીસર્ગ વૈદ્યએ કર્યુ છે.
સિદ્ધાર્થ રાંદેરિયાની પોસ્ટ:સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવરેસ્ટ એન્ટરટેઈન્મેટની આઈડી સાથે રિ-પોસ્ટ કરી છે. પોસ્ટમાં લખ્યું છે કે, ''કાલમાનુષ્યો ગુરુ સમસ્તમ - સમય દરેકનો શિક્ષક છે. 'હરી ઓમ હરી'ની પ્રથમ લુક પ્રસ્તુત કરી રહ્યાં છે. તારીખ 24મી નવેમ્બર 2023થી સેનેમાઘરોમાં રિલીઝ થશે.'' આ ફિલ્મના ડાયરેક્ટર નીસર્ગ વૈદ્ય છે અને ફિલ્મ નિર્માતા સંજય છાબ્રીઆ છે.
ફિલ્મનો ફર્સ્ટ લુક: સિદ્ધાર્થ રાંદેરિયાની ગુજારાતી ફિલ્મની પ્રથમ ઝલક શેર કરી છે જેમાં, વીડિયો શરુ થતાં જ સિદ્ધાર્થ રાંદેરિયાનું નામ આવે છે. ત્યાર બાદ રૌનક કામદારનું નામ આવે છે. આમ શરુઆતમાં કલાકારોના નામ દેખાડવામાં આવ્યા છે. ત્યાર બાદ બે હાથની આંગડીઓની વચ્ચે હાથ ઘડિયાળ જોવા મળે છે, જેની પાછળ વરસાદી વાદળો સાથે વીજળી પડી રહી છે. બાદમાં આ ફિલ્મનું ટાઈટલ 'હરી ઓમ હરી' દેખાડવામાં આવ્યું છે.
સિદ્ધાર્થ રાંદેરિયાનો વર્કફ્રન્ટ: સિદ્ધાર્થ રાંદેરિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તેઓ છેલ્લે 'બચુભાઈ' ફિલ્મ બાદ 'હું અને તું' ફિલ્મમાં જોવા મળવાના છે. આ ફિલ્મમાં સોનલી દેશાઈ, પુજા જોશી અને પરીક્ષિત તમાલિયા શાનદાર ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર તારીખ 28 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ સિનેમાઘરોમાં તારીખ 30 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે.
- Zinda Banda Song: શાહરુખ ખાન સ્ટારર 'જવાન'નું 'જીંદા બંદા' ગીત આઉટ, 7 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થશે
- Mohammed Rafi: સિનેમા જગતના મહાન કલાકાર મોહમ્મદ રફીની આજે પુણ્યતિથિ, જાણો તેમની કારકિર્દી
- Ghoomer: 'ઘૂમર'માંથી અભિષેક બચ્ચન સૈયામી ખેરનો ફેર્સ્ટ લુક આઉટ, ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે