અમદાવાદ:બોલિવુડ અભિનેતા અજય દેવગણે પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર મંગળવારે ગુજરાતી ફિલ્મ 'હું અને તું'નું ટ્રેલર શેર કર્યું છે. સિદ્ધાર્થ રાંદેરિયા દ્વારા અભિનીત ફિલ્મ છે. સિદ્ધર્થ રાંદેરિયા કોમેડી કરવા માટે જાણીતા છે. મનન સાગર દ્વારા નિર્દેશિત ફિલ્મને જોવા માટે ચાહકો ખુબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં સિદ્ધર્થ રાંદેરિયા ઉપરાંત સોનાલી દેસાઈ, પુજા જોશી, પરીક્ષિત તામલિયા મહત્ત્વની ભૂમિકામાં છે.
Hu Ane Tu Trailer: સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ગુજરાતી ફિલ્મ 'હું અને તું'નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો - સિદ્ધાર્થ રાંદેરિયા ફિલ્મ
ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર અને અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાની આગામી ગુજરાતી ફિલ્મ 'હું અને તું'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. બોલિવુડના અભિનેતા અજય દેવગણે તારીખ 8 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર ટ્રેલર શેર કર્યું છે. આ સાથે જ તેમણે ફિલ્મની રિલીઝ ડેટ પણ જણાવી છે. જુઓ ફિલ્મનું શાનદાર ટ્રેલર.
અજય દેવગણની પોસ્ટ: બોલિવુડના અભિનેતા અજય દેવગણે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ સાથે 'હું અને તું' ગુજરાતી ફિલ્મનું ટ્રેલર શેર કર્યુ છે. આ પોસ્ટ શેર કરીને અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે કે, ''એક હી બારાત, એક હી, વેન્યુ, એક હી મંડપ, એક હી મેનુ, ઓર એક હી પંડીત. કૌન માર પાયેંગે સિક્સ. પ્રસ્તુત છે હું અને તુંનું ઓફિસિયલ ટ્રેલર.'' ફિલ્મ તારીખ 30 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ફિલ્મનું ટ્રેલર રિલીઝ: ટ્રેલરની શરુઆત રાંદેરિયાના પાત્રથી થાય છે. તેઓ રથ પર વરરાજાના અવતારમાં જોવા મળે છે. આ સાથે જ તેમના પુત્રની એન્ટ્રી જોવા મળે છે. ટ્રેલરમાં રાંદેરિયા અને પોતાના દિકરા-પરીક્ષિત તામલિયા સાથેની વાતચિત દરમિયાનનું દ્રશ્ય જોવા જોવા મળે છે. જેમાં બંનેના લગ્ન કેવી રીતે થશે તેની ચર્ચા કરતા હોય છે. વર્તાલાપમાં રાંદેરિયા કહે છે કે, ''અલ્યા પણ ઘોડો એક જ મંગાવીશું હ. એક જ પાર્ટી પ્લોટ પર પહોંચવાનું. એક જ ગૌર મહારાજ. એક જ માંડવો. મહેમાનોનું લીસ્ટ પણ સેમ અને જમણવારનો ખર્ચો અડધો. એક કાંકરે બે પક્ષી.'' આગળની સ્ટોરી જાણવા માટે ટ્રેલર જુઓ.