મુંબઈ:ફિલ્મ જગતના ફેમસ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ રાજસ્થાનમાં જેસલમેરમાં સુર્યગઢ પેલસમાં નાચગાન સાથે શાહી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ફિલ્મના સ્ટાર્સ પણ ઉપસ્થિત રહ્યાં હતા. લગ્ન બાદ તેઓનું દિલ્હીમાં સિદ્ધાર્થના ઘરે નવપરણિત કપલનું ઢોલનગાડા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ નવપરણિત દંપતિએ મુંબઈ ખાતે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શન પાર્ટીમાં ફિલ્મ ઉદ્યોગમાંથી અભિનેત્રી આલિયા ભટ્ટથી લઈ વિદ્યા બાલન સુધીની હસ્તીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન એક રિસેપ્શન પાર્ટીનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જાણો અહિં સંપુર્ણ વિગત.
આ પણ વાંચો:Tiger Shroff Video : 'બડે મિયાં છોટે મિયાં'ના સેટ પર ટાઈગર શ્રોફનું નવું 'વોર્મ અપ'
રિસેપ્શનમાં ઉપસ્થિત મહેમાન: નવવિવાહિત દંપતી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ રવિવારે તારીખ 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં ઈન્ડસ્ટ્રીના તેમના મિત્રો માટે ભવ્ય વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ, નીતુ કપૂર, કરીના કપૂર ખાન, કરણ જોહર ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત અન્ય ઘણા લોકોએ હાજરી આપી હતી જેમાં કાજોલ, અજય દેવગન, રણવીર સિંહ, વરુણ ધવન, વિદ્યા બાલન સહિત બોલિવૂડની હસ્તીઓએ હાજરી આપી હતી.