ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Sidharth Kiara Dance: દિલ્હીમાં ઢોલનગાડાની ધુન પર નવ દંપતિ થિરક્યા, જુઓ અહિં વીડિયો - સિદ્ધાર્થ કિયારાનો ડાન્સ

સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન રાજસ્થાનના જેસલમેરમાં સુર્યગઢ પેલેસમાં થયાં છે. આ લગ્નમાં બોલિવૂડના સેલબ્શ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત લગ્ન પછી કિયારાએ સોશિયલ મીડિયા પર લગ્નની તસ્વીર શેર કરી હતી. ત્યાર બાદ આ તસ્વીરને પર બોલિવૂડ સેલેબ્સ, બન્ને પરિવારના સંબંધીઓ અને ચાહકોએ આપી હતી શુભેચ્છા. ત્યાર પછી આ કપલ દિલ્હી આવી પહોંચ્યું છે. દિલ્હીમાં નવપરણિત કપલે ડાન્સ કર્યો (Sidharth Kiara dances on Dhol Nagada) હતો. જુઓ અહિં સિદ્ધાર્થ અને કિયારાનો ડાન્સ વીડિયો Sidharth Kiara Dance.

Sidharth Kiara Dance: દિલ્હીમાં નવપરણિત દંપતિનું ભવ્ય સ્વાગત, સિદ્ધાર્થ કિયારાએ ઢોલ નગાડા પર કર્યો ડાન્સ
Sidharth Kiara Dance: દિલ્હીમાં નવપરણિત દંપતિનું ભવ્ય સ્વાગત, સિદ્ધાર્થ કિયારાએ ઢોલ નગાડા પર કર્યો ડાન્સ

By

Published : Feb 9, 2023, 11:43 AM IST

Updated : Feb 9, 2023, 1:12 PM IST

મુંબઈ: બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સિદ્ધર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણીના તારીખ 7 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના જેસલમેરમાં સુર્યગઢ પેલેસમાં લગ્ન થયાં છે. આ લગ્નની તસ્વીર કિયારાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસ્વીરને લઈ ફિલ્મ જગતના સ્ટાર્સે, બન્ને પરિવારના સંબંધીઓ અને તેમના ચાહકોએ શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો હતો. ત્યાર બાદ આ કપલ દિલ્હી એરપોર્ટ પર રંગીન પોષાકમાં જોવા મળ્યું હતું. ત્યાર બાદ સિદ્ધાર્થના ઘરે પહોંચેલા નવપરણિત કપલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલ નવપરણિત કપલે ગૃહ પ્રવેશ પહેલા ઢોલનગાડા પર ડાન્સ કર્યો છે. આ ઢોલનગાડા પર ડાન્સ કરતાં સિદ્ધાર્થ કિયારાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. જુઓ અહિં વીડિયો.

આ પણ વાંચો:Kiara Sidharth Latest Photo: દિલ્હી એરપોર્ટ પર સિદ્ધાર્થ કિયારાનું આગમન, ચાહકોએ કહ્યું, કોંગ્રેચ્યુલેશન!

સિદ્ધાર્થ કિયારા ઢોલનગાડા ડાન્સ: લગ્નના એક દિવસ પછી સિદ્ધાર્થ અને કિયારા જેસલમેર એરપોર્ટ પર પતિપત્ની તરીકે જોવા મળ્યા હતા. જેસલમેર પછી, નવા પરિણીત યુગલ દિલ્હી એરપોર્ટ પર લાલ વંશીય પોશાકમાં જોવા મળ્યા હતા. જ્યાં તેઓએ પાપારાઝી માટે પોઝ આપ્યો હતો અને ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા અને તેમને લગ્નની મીઠાઈઓ પણ આપી હતી. તે પછી તેઓ તેમના દિલ્હીના ઘરે પહોંચ્યા હતાં. જ્યાં તેનું ડ્રમ બીટ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સિદ્ધાર્થ અને કિયારા લગ્નના બંધનમાં બંધાયા બાદ આ કપલની ઘણી નવી તસવીર અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ-કિયારાનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં કપલ ઢોલનાગડેના તાલે ડાન્સ કરતા જોવા મળે છે.

સિદ્ધાર્થ કિયારાનો ડાન્સ: સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, સિદ્ધાર્થ અને કિયારાનું તેમના દિલ્હીના ઘરે ઢોલનગાડા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાઉસ-વોર્મિંગ પહેલાં, સિદ્ધાર્થ અને તેમની દુલ્હન કિયારાએ ઢોલના તાલે જોરદાર ડાન્સ કર્યો. આ દરમિયાન ઘણા લોકો કપલનું સ્વાગત કરવા તેમની આસપાસ ઉભા હતા. વીડિયોંમાં જોવો મળે છે કે, આ ખાસ અવસર પર ઘરને કિનારીઓથી શણગારવામાં આવ્યું છે.

આ પણ વાંચો:Wedding Reception: સિદ્ધાર્થ કિયારાનું બે મહાનગરમાં ભવ્ય રીસેપ્શન, જુહીએ પોસ્ટ શેર કરી

બે રિસેપ્શનનું થશે આયોજન:ગઈકાલે અહેવાલ આવ્યા હતા કે, કિયારા અડવાણી સિદ્ધાર્થના દિલ્હીના ઘરે હાઉસ વોર્મિંગ સેરેમની કરશે. સિદ્ધાર્થનો પરિવાર કિયારાના ઘરે ઔપચારિક રીતે સ્વાગત કરશે. આ દરમિયાન કપલ બે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે એક દિલ્હીમાં અને બીજું મુંબઈમાં. લગ્નનું પ્રથમ ભવ્ય રિસેપ્શન આજે તારીખ 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં યોજાય તેવી શક્યતા છે. આ પછી સિદ્ધાર્થ અને કિયારા તારીખ 10 ફેબ્રુઆરીએ મુંબઈ જવા રવાના થશે. જ્યાં તેઓ તારીખ 12 ફેબ્રુઆરીએ ફિલ્મ ઉદ્યોગના મિત્રો માટે બીજું રિસેપ્શન યોજશે.

Last Updated : Feb 9, 2023, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details