ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

સિદ્ધાર્થ અને રકુલ પ્રીત ફિલ્મ થેન્ક ગોડના પ્રમોશનમાં પહોંચ્યા અમદાવાદ - Mukta A2 સિનેમા

સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહની આગામી ફિલ્મ "થેન્ક ગોડ" 25મી ઑક્ટોબરે રિલીઝ થવા જઈ જઈ રહી છે ત્યારે ફિલ્મના પ્રમોશન માટે સિદ્ધાર્થ અને રકુલ પ્રીત સિંહ અમદાવાદ (Siddharth and Rakul Preet visit Ahmedabad ) પહોંચ્યા હતા.

Etv Bharatસિદ્ધાર્થ અને રકુલ પ્રીત ફિલ્મ થેન્ક ગોડના પ્રમોશનમાં પહોંચ્યા અમદાવાદ
Etv Bharatસિદ્ધાર્થ અને રકુલ પ્રીત ફિલ્મ થેન્ક ગોડના પ્રમોશનમાં પહોંચ્યા અમદાવાદ

By

Published : Oct 20, 2022, 5:13 PM IST

Updated : Oct 22, 2022, 10:41 AM IST

અમદાવાદ:સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહની આગામી ફિલ્મ "થેન્ક ગોડ" 25મી ઑક્ટોબરે રિલીઝ (Movie Thank God Release Date) થવા જઈ જઈ રહી છે ત્યારે ફિલ્મના પ્રમોશન માટે સિદ્ધાર્થ અને રકુલ પ્રીત સિંહ અમદાવાદ (Siddharth and Rakul Preet visit Ahmedabad ) બોપલના ધ રિટેલ પાર્ક ખાતે તાજેતરમાં શરૂ થયેલા સિગ્નેચર લક્ઝરી Mukta A2 સિનેમા 6-સ્ક્રીનમલ્ટિપ્લેક્સની મુલાકાત લીધી હતી.

ફિલ્મ પ્રેમીઓ અહીં હાજર રહ્યા: પોતાના મનપસંદ સ્ટાર્સની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો અને ફિલ્મ પ્રેમીઓ અહીં હાજર રહ્યા હતા અને તેમણે સ્ટાર્સનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ અભિનેતાઓ તેમના ચાહકો સાથે થોડો સમય પસાર કરીને ખુશ હતા અને તેમની સાથે સેલ્ફી અને ફોટો લેવા માટે તેમને અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યો હતો.શું છે ફિલ્મની સ્ટોરી: અજય દેવગણ આ કાલ્પનિક કોમેડી ફિલ્મમાં ચિત્રગુપ્તનું પાત્ર ભજવે છે, જે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સિદ્ધાર્થ મલ્હોત્રાના પાત્રને પાઠ ભણાવવાનો પ્રયાસ કરે છે. સિદ્ધાર્થ મલ્હોત્રાના પાત્રને 'ગેમ ઓફ લાઈફ' દ્વારા એ શરત સાથે રજૂ કરવામાં આવે છે કે જો તે જીતશે તો તેને પૃથ્વી પર પાછો મોકલવામાં આવશે અને જો તે હારશે તો નરકમાં મોકલવામાં આવશે. બહુ અપેક્ષિત આ ફિલ્મ હાસ્ય અને મનોરંજનથી ભરપૂર હોવાની અપેક્ષા છે.

Mukta A2 સિનેમાની સુવિધા: ધ રિટેલ પાર્ક, બોપલ ખાતેના Mukta A2 સિનેમા મલ્ટિપ્લેક્સમાં 547 જેટલા મહેમાનોને રિક્લિનર્સ અને સોફા સાથે વૈભવી બેઠકમાં સમાવવાની ક્ષમતા છે. તે હાર્કનેસ 3D સ્ક્રીન, 2K લેસર પ્રોજેક્ટર અને સરાઉન્ડ સાઉન્ડથી પણ સુસજ્જ છે, જે પ્રેક્ષકોને શ્રેષ્ઠ અને ઇમર્સિવ મૂવી અનુભવ આપશે.

Last Updated : Oct 22, 2022, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details