હૈદરાબાદઃબોલિવૂડમાંથી ડ્રગ્સનો એક મોટો મામલો ફરી સામે આવ્યો છે. (Bollywood drugs case) છેલ્લા બે વર્ષથી ડ્રગ્સ કેસમાં બોલિવૂડના ઘણા સેલેબ્સના નામ સામે આવી રહ્યા છે. હવે પ્રસિદ્ધ બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરની ગઈકાલે રાત્રે બેંગલુરુની એક હોટલમાં રેવ પાર્ટીમાં પોલીસના દરોડા દરમિયાન અટકાયત (Siddhanth Kapoor detained for consuming drugs) કરવામાં આવી છે. તે 6 લોકોમાં સામેલ છે જેમણે કથિત રીતે ડ્રગ્સ લીધું હતું.
આ પણ વાંચો:મહાકાલનો ખુલાસો, આ કારણથી લોરેન્સ બિશ્નોઈનો શાર્પ શૂટર સલમાન ખાનને ગોળી મારી શક્યો નહીં
સિદ્ધાંત કપૂર ઝડપાઈ ગયો:બેંગ્લોર પોલીસના જણાવ્યા અનુસાર, સિદ્ધાંતે રેવ પાર્ટી દરમિયાન ડ્રગ્સનું સેવન કર્યું હતું. આ ગુનામાં અભિનેતાની સાથે 5 લોકો પણ સામેલ છે. આ પાર્ટી બેંગ્લોરના એમજી રોડ પર સ્થિત એક હોટલમાં થઈ રહી હતી. પોલીસના દરોડામાં સિદ્ધાંત કપૂર પણ ઝડપાઈ ગયો છે.
એક્ટિંગ કરિયર ફ્લોપ: જાણીને નવાઈ લાગશે કે સિદ્ધાંત કપૂર એક્ટર શક્તિ કપૂરનો પુત્ર છે, જે બોલિવૂડમાં પોતાની અદભૂત કોમિક ટાઈમિંગથી હસાવે છે. સિદ્ધાંત કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. પરંતુ તેની એક્ટિંગ કરિયર ફ્લોપ રહી છે. સિદ્ધાંત બહેન શ્રદ્ધા કપૂર સ્ટારર 'હસીના પારકર'માં પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મ પણ ફ્લોપ સાબિત થઈ હતી.
શ્રદ્ધા કપૂરનું નામ પણ ડ્રગ્સ કેસમાં: ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોત બાદ શ્રદ્ધા કપૂરનું નામ પણ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું હતું. આ કેસમાં NCBએ શ્રદ્ધાની પૂછપરછ પણ કરી હતી.
આ પણ વાંચો:HBD Mika singh: મિકાના આ સોન્ગ જે તમે ક્યારેય ન ભુલી શકો...
NCBની પૂછપરછમાં ખુલાસો: તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા કપૂર અભિનેતા સુશાંત સાથે ફિલ્મ 'છિછોરે'માં જોવા મળી હતી. NCBની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, શ્રધ્ધા કપૂરે લોનાવલા સ્થિત સુશાંતના ફાર્મ હાઉસમાં એક પાર્ટીમાં હાજરી આપી હતી, પરંતુ શ્રદ્ધાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે પાર્ટીમાં ગઈ હતી, પરંતુ તેણે કોઈ પણ પ્રકારનું ડ્રગ્સનું સેવન કર્યું ન હતું.