હૈદરાબાદઃબોલિવૂડની સુંદર અભિનેત્રી અને પ્રખ્યાત અભિનેતા શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂરે ભાઈ સિદ્ધાંત કપૂરને જન્મદિવસની શુભેચ્છા (Shraddha kapoor wishes his brother birthday) પાઠવી છે. શ્રદ્ધા કપૂરે તેના ભાઈને જન્મદિવસની ( siddhanth kapoor birthday) શુભેચ્છા પાઠવતી એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં ભાઈ-બહેનનો પ્રેમ જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતાં શ્રદ્ધા કપૂરે ક્યૂટ કેપ્શન પણ લખ્યું છે. શ્રદ્ધા કપૂરની આ તસવીર પર લાખો કોમેન્ટ્સ પણ આવી છે. તમને જણાવી દઈએ કે, સિદ્ધાંત કપૂરને હાલમાં જ બેંગ્લોરમાં એક પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરવા બદલ જામીન મળ્યા છે.
આ પણ વાંચો:આ IAS કપલે કરી સગાઈ, કપલ લાગી રહ્યુ છે ખૂબ જ સુંદર જૂઓ ફોટોઝ
સિદ્ધાંત કપૂરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી: શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરે 6 જુલાઈએ તેનો 38મો જન્મદિવસ ઉજવ્યો. આ સંદર્ભે, શ્રદ્ધા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ભાઈ સાથેની એક તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, 'ઘર વાપસી, ભૈયા બર્થડે = હેપ્પીનેસ, હેપ્પી બર્થ ડે ભાઈ'.