હૈદરાબાદઃ રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર પહેલીવાર એક ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. 'પ્યાર કા પંચનામા' અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી' ફિલ્મોના દિગ્દર્શક લવ રંજરણબીરકપૂર અને શ્રદ્ધા કપૂર સાથે અનટાઈટલ્ડ ફિલ્મ કરી રહ્યા (Shraddha Ranbir movie) છે. તેમણે આ ફિલ્મની રિલીઝ ડેટ ઘણા સમય પહેલા જ જાહેર કરી દીધી છે. ફિલ્મનું શૂટિંગ ઘણા સમયથી ચાલી રહ્યું છે અને શૂટિંગ સેટ પર ક્યારેક તસવીર તો ક્યારેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હવે શ્રદ્ધા કપૂરે એક પોસ્ટર શેર કરીને ફિલ્મનું નામ જાહેર કર્યું (Shraddha Kapoor movie name) છે. પરંતુ કોઈના માટે પણ આ સમજવું મુશ્કેલ છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટર:શ્રદ્ધા કપૂરે તારીખ 13 ડિસેમ્બર મંગળવારના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર છોડ્યું છે. આ પોસ્ટરમાં ફિલ્મના નામના પહેલા અક્ષરો લખવામાં આવ્યા છે અને અભિનેત્રીએ ફિલ્મનું નામ જણાવવાનું કહ્યું છે. શ્રદ્ધાએ કહ્યું છે કે, ફિલ્મનું નામ આવતીકાલે (તારીખ 14 ડિસેમ્બર) જાહેર કરવામાં આવશે. હવે ચાહકો બેચેન છે કારણ કે, તેઓ આ ફિલ્મનું નામ નથી જણાવી શકતા.
શૂટનો વીડિયો વાયરલ: રણબીર અને શ્રદ્ધા પહેલીવાર કોઈ ફિલ્મમાં સાથે જોવા મળી રહ્યા છે. આ પહેલા ફિલ્મના શૂટના એક વાયરલ વીડિયોમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર પાણીમાં શૂટિંગ કરતા જોવા મળ્યા હતા. અહીં એક રોમેન્ટિક સીન શૂટ કરવામાં આવ્યો હતો. જેમાં રણબીર કપૂર શર્ટલેસ જોવા મળ્યો હતો. શૂટિંગનું આ સ્થળ સ્પેન હોવાનું કહેવાય છે.
રણબીર અને શ્રદ્ધાનો ડાન્સ:આ પહેલા તાજેતરમાં એક અન્ય વીડિયો સામે આવ્યો હતો. જેમાં કોરિયોગ્રાફર રણબીર અને શ્રદ્ધાને રોમેન્ટિક સીન પર સ્ટેપ્સ શીખવી રહ્યો હતો. આ ફિલ્મની જાહેરાત સાથે જ કહેવામાં આવ્યું હતું કે, આ ફિલ્મ તારીખ 8 માર્ચ 2023ના રોજ રીલિઝ થશે. હવે ફિલ્મના એક ગીતના શૂટમાંથી રણબીર અને શ્રદ્ધાનો ડાન્સ વીડિયો લીક થયો છે.
લવ રંજનની ફિલ્મ:રણબીર અને શ્રદ્ધા કપૂરે લવ રંજનની આ અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ પહેલા જ શરૂ કરી દીધું હતું. પરંતુ કોવિડ 19ને કારણે ફિલ્મ અટકી ગઈ હતી. લવ રંજનની ફિલ્મો સંપૂર્ણ મનોરંજન છે. લવ રંજનની ફિલ્મો યુવાનોમાં ખૂબ વખણાય છે. લવ રંજને બોલિવૂડમાં 'પ્યાર કા પંચનામા' અને 'પ્યાર કા પંચનામા 2' જેવી ફિલ્મોથી એક ખાસ ઓળખ બનાવી છે. લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા નિર્મિત અને ભૂષણ કુમાર દ્વારા પ્રસ્તુત આ ફિલ્મમાં રણબીર અને શ્રદ્ધાની સાથે ડિમ્પલ કાપડિયા અને બોની કપૂર પણ જોવા મળશે.