ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Asia Cup 2023 Final: એશિયા કપમાં બોલિંગનો જાદુ બતાવનાર મોહમ્મદ સિરાજને શ્રદ્ધા કપૂરનો પ્રશ્ન, જાણો શું કહ્યું ? - ભારત એશિયા કપ જીતવા પર શ્રદ્ધા કપૂર

એશિયા કપની ફાઈનલની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા કે, કોણ કપ જીતશે. હવે એ રાહ પૂરી થઈ ગઈ છે અને ભારતે શ્રીલંકાને હરાવી એશિયા કપ જીતી લીધો છે. 21 રનમાં 6 વિકેટ લઈને મેચના હીરો બનેલા મોહમ્મદ સિરાજના ઘણા લોકોએ વખાણ કર્યા અને ઘણા મીમ્મ પણ શેર કર્યા હતા. હવે બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે એક તસવીર શેર કરીને સિરાજને રમૂજી પ્રશ્ન કર્યો છે.

એશિયા કપમાં બોલિંગનો જાદુ બતાવનારા મોહમ્મદ સિરાજને શ્રદ્ધાનો પ્રશ્ન, જાણો શું કહ્યું ?
એશિયા કપમાં બોલિંગનો જાદુ બતાવનારા મોહમ્મદ સિરાજને શ્રદ્ધાનો પ્રશ્ન, જાણો શું કહ્યું ?

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 11:49 AM IST

મુંબઈ:ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હાર આપી હતી. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને માત્ર 50 રનમાં જ રોકી દીધું હતું. મેચનો અસલી હીરો મોહમ્મદ સિરાજ હતો. સિરાજે શ્રીલંકા તરફથી 21 રનમાં 6 વિકેટ ઝડપી હતી. 50 ઓવરની મેચ માત્ર બે કલાકમાં પૂરી થઈ ગઈ હતી. આ જરબદસ્ત મેચ પછી એક મીમ્સ અને પ્રખ્યાત હસ્તીઓની પોસ્ટ આવવા લાગી હતી. ફિલ્મ નિર્દેશક રાજામૌલીથી લઈને વિકી કૌશલ, અજય દેવગણ, રાશિ ખન્ના, અનુષ્કા શર્મા જેવી હસ્તીઓએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરે મોહમ્મદ સિરાજને કર્યો રમૂજી પ્રશ્ન:આ દરમિયાન બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પોતાનો એક ફોટો શેર કરીને લખ્યું હતું કે, '''અબ સિરાજ સે હી પૂછો ઈસ ફ્રી ટાઈમ કે સાથ ક્યા કરે.'' ખરેખર 50 ઓવરની આ મેચ ખૂબ જ ટૂંકા સમયમાં સમાપ્ત થઈ હતી. આ મેચના હીરો છે મોહમ્મદ સિરાજ. કારણ કે, તેમની શાનદાર બોલિંગના કારણે એશિયા ટીમના ખિલાડીઓ રન બનાવવામાં નિષ્ફળ ગયા હતા. આ સાથે ટીમ ઈન્ડિયાની શાનદાર બોલિંગના કારણે એશિયા કપની ફાઈનલ મેચ માત્ર 2 કલાકમાં પૂરી થઈ ગઈ હતી.

વિકી કૌશલ

ફિલ્મ ઉદ્યોગના કલાકારોએ પાઠવ્યા અભિનંદન: એશિયા કપ જીતવા પર ટીમ ઈન્ડિયાને સૌ કોઈ અભિનંદન પાઠવી રહ્યા છે, ત્યારે ફિલ્મ ઉદ્યોગના કલાકારોએ પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. અજય દેવગણ, પ્રભુદેવા, SS રાજામૌલી, 'જરા હટકે જરા બચકે'ના અભનેતા વિકી કૌશલ. અભિનેત્રી અનુષ્કા શર્મા, સાઉથ અભિનેતા મહેશ બાબુ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ અભિનંદન પાઠવ્યા હતા.

અનુષ્કા શર્મા
  1. Parineeti Chopra Airport Look: લગ્ન પહેલા પરિણીતી ચોપરાની કેપ પર રાઘવ ચઢ્ઢાના પ્રેમનો લાગ્યો રંગ
  2. Sangeeta Bijlani Relation: સલમાન ખાન મોડલ સંગીતા બિજલાની સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો, જાણો કેમ વાત અટકી ગઈ
  3. Ganesh Chaturthi 2023: સેલેબ્સ પોતાના અંદાજમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છે, જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details