હૈદરાબાદ: પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક આઘાતજનક ઘટનાક્રમમાં પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈ બુધવારે વહેલી સવારે શંકાસ્પદ આત્મહત્યાના કેસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. કર્જત પોલીસને માહિતી મળતા જ તેમના સ્ટુડિયો પર તાત્કાલિક પહોંચી ગઈ હતી અને તપાસ હથ ધરી હતી. પરંતુ હજુ સુધી નીતિનના આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણી શકાયુ નથી. આ દુ:ખદ ઘટનાના કારણે લોકોને આઘાત લાગ્યો હતો અને તેમને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
Nitin Desai No More: આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈનું નિધન, ટ્વિટર પર ફિલ્મ કલાકારો-ચાહકોએ શોક વ્યક્ત કર્યો
દેવદાસના પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈનું અવસાન થયુ છે. તેમણે 58 વર્ષની ઉંમરે આત્મહત્ય કરી હોવાનું જાણવા માળે છે. પ્રતિભાશાળી કલાકારનું નિધન થવાથી ફિલ્મ ઉદ્યોગમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. આ દુ:ખદ ઘટના દરમિયાન ફિલ્મ ઉદ્યોગના કલાકારો અને ચાહકો ડાયરેક્ટર નીતિનના નિધન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કરી રહ્યા છે.
નીલ નીતિન મુકેશે શ્રદ્ધાંજલિ આપી: ટુંક સમયમાં નીતિન દેસાઈનો જન્મદિવસ આવી રહ્યો હતો, તેના 3 દિવસ પહેલા તેઓ મૃત્યુ પામ્યા છે. હવે તેમની ખોટ વર્તાતા ફિલ્મ કલાકારો અને ચાહકો ટ્વિટર પર શોક વ્યક્ત કરી રહ્યાં છે. બોલિવુડ અભિનેતા નીલ નીતિન મુકેશે લખ્યું છે કે, ''હ્રુદયદ્રાવક સમાચાર સ્વીકારી શક્તા નથી. અમારા પ્રિય નીતિન દેસાઈ સ્વર્ગસ્થ થયા છે. તેઓ પ્રતિભાશાળી વ્યક્તિ હતા. તેઓ કુશળ કલાકાર હતા. તે એક સકારાત્મક આત્મા હતો, જેમણે બધા માટે માત્ર પ્રેમ ફેલાવ્યો છે. મારા ભગવાના તેમના આત્માતને શાંતિ આપે. ઓમ શાંતિ.''
યુઝર્સોએ આપી શ્રદ્ધાંજલિ: નીતિ દેસાઈના અવસાન પર એક યુઝરે ટ્વિટ કર્યુ છે કે, ''નીતિન દેસાઈની ખોટ એ રાષ્ટ્ર માટે મોટી ખોટ છે. અમે આવા મુલ્યવાન કલાકારને ગુમાવ્યો છે. આર્ટ નીતિન ચંદ્રકાન્ત દેસાઈ આઘાતજનક. સ્પીચલેસ. કેટલાક અસાધારણ સેટ તેમણે બાંધ્યા છે, જેમાં 'મુન્નાભાઈ MBBS', 'દેવદાસ' , 'જોધા અકબર' સામેલ છે.'' એક યુઝરે દુ:ખ વ્યક્ત કરતા લખ્યું છે કે, RIP નીતિન દેસાઈ સર. કલ્પના કરો, કલા ખાતર તમારા પોતાના સ્ટુડિયોમાં જીવનનો મોટાભાગનો સમય વિતાવો અને પછી તે જ સ્ટુડિયોમાં તમારું પોતાનું જીવન પસાર કરો. આર્ટ અને ડાયરેક્ટર પાછળ 'ખામોશી', 'લગાન', 'સ્વદેશ', 'મિશન કાશ્મિર', 'દેવદાસ', 'મુન્નાભાઈ', 'ફેશન','PRDP'.