હૈદરાબાદ: બોલિવૂડ સુપરસ્ટારસલમાન ખાનના સૌથી લોકપ્રિય ટીવી રિયાલિટી શો બિગ બોસ 16ના ઘરમાં સ્પર્ધક (bigg boss 16 contestant) તરીકે હાજર રહેલા ફિલ્મ નિર્માતા સાજિદ ખાન વિરુદ્ધ મોડલ અને અભિનેત્રી શર્લિન ચોપરાએ પોલીસ ફરિયાદ (Sherlyn Chopra file complaint against Sajid Khan) નોંધાવી છે. અભિનેત્રીએ બિગ બોસના નિર્માતાઓને વિનંતી કરી છે કે તેઓ સાજિદ ખાનને શોમાંથી તાત્કાલિક બહાર કાઢે. શર્લિને ફિલ્મ નિર્માતા અને બિગ બોસ 16ના સ્પર્ધક સાજિદ ખાન વિરુદ્ધ મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે તેમણે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરને પત્ર પણ મોકલ્યો છે.
સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા: શર્લિને સાજિદ ખાન વિરુદ્ધ અનેક કલમોમાં ફરિયાદ નોંધાવી છે. શર્લિને MeToo મૂવમેન્ટ હેઠળ સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને ઘણા ચોંકાવનારા ખુલાસા પણ કર્યા હતા. શર્લિને એ પણ જણાવ્યું કે તેણે કેન્દ્રીય અનુરાગ ઠાકુરને પત્ર લખ્યો છે કે જ્યાં સુધી સાજિદ ખાનને બિગ બોસ 16માંથી બહાર ન કરવામાં આવે ત્યાં સુધી આ શોનું પ્રસારણ રોકવામાં આવે.