હૈદરાબાદ: બિગ બોસ ફેમ અને 'પંજાબની કેટરિના કૈફ' શહેનાઝ ગિલ તેના નવા ગીત 'ઘણી સયાની'ને લઈને ચર્ચામાં છે. શહનાઝ ગિલનું આ હરિયાણવી ગીત તાજેતરમાં જ રિલીઝ થયું છે. આ ગીત સાથે શહનાઝ ગિલ હવે સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવી ગઈ (Shehnaaz Gill troll) છે. યુઝર્સનું કહેવું છે કે, શહનાઝે આ ગીતમાં બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ (Shehnaaz Gill and Katrina kaif) ના સંપૂર્ણ લુકની નકલ કરી છે. ઉલ્લેખનીય છે કે, કેટરિના કૈફ તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ફોન ભૂત'ના ગીત 'કિન્ના સોના'માં આ લુકમાં જોવા મળી હતી.
કેટરિના કૈફ જેવી લાગે છે:'ઘણી સયાની' ગીત તારીખ 5 ડિસેમ્બરે રિલીઝ થયું છે. આ ગીત શહેનાઝ ગિલ અને એમસી સ્ક્વેર દ્વારા ગાયું છે. આ ગીતમાં શહનાઝ લાલ રંગના મિની ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ગીતમાંશહનાઝગિલે કેટરિના કૈફના ગીત 'કિન્ના સોના'નો લૂક લીધો છે. કિન્ના સોના ગીતમાં કેટરિના આ જ લૂકમાં જોવા મળી હતી અને કેટરિના કૈફે પણ લાલ રંગનો મીની ડ્રેસ પહેર્યો હતો.