ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

શહનાઝ ગીલે ગાયું આ સોંગ સિદનાઝના ચાહકોની આંખો ભીની થઈ જશે - સિદ્ધાર્થ શુક્લા

શહેનાઝ ગિલે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવીનતમ રીલ શેર કરી છે, જેમાં તે 2018ના સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ સ્ટારર 'ઐયારી' નું 'ઇશ્ક તેરા લે ડૂબા' ગાતી (Shehnaaz Gill sings Ishq Tera Lae Dooba ) જોવા મળે છે. બિગ બોસ 13 સ્ટાર અવારનવાર તેની પોસ્ટ તેના ફેન્સ સાથે શેર કરે છે. આ ક્રમમાં, શનિવારે, તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો મૂક્યો, જેણે સિદનાઝના ચાહકોને ભાવુક કરી દીધા હતા.

શહનાઝ ગીલે ગાયું આ સોંગ સિદનાઝના ચાહકોની આંખો ભીની થઈ જશે
શહનાઝ ગીલે ગાયું આ સોંગ સિદનાઝના ચાહકોની આંખો ભીની થઈ જશે

By

Published : Sep 10, 2022, 1:57 PM IST

મુંબઈઃ અભિનેત્રી શહનાઝ ગિલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે 'ઈશ્ક તેરા લે ડૂબા' ગાતી (Shehnaaz Gill sings Ishq Tera Lae Dooba ) જોવા મળી રહી છે. શહેનાઝના ગીતની પસંદગી અને તેના મધુર અવાજે સિદનાઝના ચાહકોને ભાવુક કરી દીધા છે. ગિલ, જે તેના સુંદર અને હૃદયસ્પર્શી હાવભાવથી ચાહકોને પ્રભાવિત કરવામાં ક્યારેય નિષ્ફળ નથી જતી. (Shehnaaz Gill latest Instagram post ) તેના લેટેસ્ટ વીડિયોએ સિદનાઝની આંખોમાં પાણી લાવી દીધું છે.

આ પણ વાંચો:The Lion King prequel Mufasa આ તારીખે થશે રિલીઝ

વીડિયો સિદનાઝના ચાહકોને ભાવુક કરવા માટે પૂરતો: પંજાબી અભિનેત્રી-ગાયક 'બિગ બોસ 13' માં ભાગ લીધા પછી દરેકની પ્રિય બની ગઈ, ઘણી વાર તેના ચાહકો સાથે આરાધ્ય સોશિયલ મીડિયા પોસ્ટ્સ શેર કરે છે. શનિવારે શેર કરવામાં આવેલો વીડિયો સિદનાઝના ચાહકોને ભાવુક કરવા માટે પૂરતો હતો. તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, શહેનાઝ સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ સ્ટારર 'ઐયારી' (2018) નું 'ઇશ્ક તેરા લે ડૂબા' ગાતી જોવા મળે છે. પટ્ટાવાળા ક્રોપ્ડ સ્વેટર અને ડેનિમમાં સજ્જ, શહનાઝ લેટેસ્ટ વિડિયોમાં આરાધ્ય લાગે છે, કુદરતી સૌંદર્ય અને હળવા મેકઅપને ચમકાવતી જોવા મળી હતી.

તે સિદ્ધાર્થ શુક્લાને ખૂબ મિસ કરે છે: 'હૌસલા રખ' સ્ટારે 'ઇશ્ક તેરા લે ડૂબા' ખૂબ જ મધુર અને યોગ્ય રીતે ગાયું અને ચાહકોને સંપૂર્ણપણે પ્રભાવિત કર્યા. વીડિયો શેર કરતા શહનાઝે કેપ્શનમાં ફાઈવ ગોલ્ડન સ્ટાર ઈમોજી આપી છે. તેણીએ વીડિયો શેર કરતાની સાથે જ સિડનાઝના ચાહકોએ તેના કોમેન્ટ બોક્સને રેડ હાર્ટ ઇમોજીથી ભરી દીધું હતુ. શહનાઝની પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું, 'કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે', જ્યારે બીજાએ લખ્યું, 'અદ્ભુત અવાજ. ચાહકોએ પણ શહેનાઝના અવાજમાં દર્દ અનુભવ્યું અને સંકેત આપ્યો કે તે સિદ્ધાર્થ શુક્લાને ખૂબ મિસ કરે છે.

આ પણ વાંચો:The Lion King prequel Mufasa આ તારીખે થશે રિલીઝ

વર્ક ફ્રન્ટની વાત કરીઓ તો: શહેનાઝ ગીલ સલમાન ખાન સ્ટારર 'કિસી કા ભાઈ કિસી કી જાન' સાથે બોલિવૂડમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ પહેલા 'કભી ઈદ કભી દિવાળી' હતું પરંતુ મેકર્સે નામ બદલી નાખ્યું છે.

ABOUT THE AUTHOR

...view details