ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Shamshera Trailer OUT : 'શમશેરા'નું ટ્રેલર રિલીઝ, રણબીર કપૂર અને સંજય દત્તે મચાવી ધૂમ - શમશેરા

Shamshera Trailer OUT : રણબીર કપૂર અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ શમશેરાનું દમદાર ટ્રેલર રિલીઝ (movie 'Shamsheera' Trailer release ) થઈ ગયું છે. જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે.

Shamshera Trailer OUT : 'શમશેરા'નું ટ્રેલર રિલીઝ, રણબીર કપૂર અને સંજય દત્તે મચાવી ધૂમ
Shamshera Trailer OUT : 'શમશેરા'નું ટ્રેલર રિલીઝ, રણબીર કપૂર અને સંજય દત્તે મચાવી ધૂમ

By

Published : Jun 24, 2022, 1:12 PM IST

હૈદરાબાદ: રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'શમશેરા'નું ટ્રેલર શુક્રવારે (24 જૂન) રિલીઝ (movie 'Shamsheera' Trailer release ) કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં રણબીર કપૂરથી લઈને સંજય દત્ત સુધી દરેકનું મજબૂત પાત્ર જોવા મળી રહ્યું છે. રણબીર કપૂર પહેલીવાર આ અવતારમાં જોવા મળી રહ્યો છે. આ પહેલા ફિલ્મના પોસ્ટર (movie 'Shamsheera' poster) અને ટીઝરએ ચાહકોના દિલમાં બેચેની પેદા કરી હતી. ગુરુવારે આ ફિલ્મનું સંજય દત્તનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ થયું હતું, તે આવતા જ સંજુના ચાહકોમાં હડકંપ ફેલાયો હતો. ત્યારબાદ આ ફિલ્મની લીડ એક્ટ્રેસ વાણી કપૂરનો ફર્સ્ટ લૂક સામે આવ્યો હતો. ફિલ્મમાં વાણીના પાત્રનું નામ સોના છે.

આ પણ વાંચો:ગુજરાતી ફિલ્મ રાડોનુ ટ્રેલર રિલીઝ, રાજકારણની રંગત દેખાશે ફિલ્મમાં

ફિલ્મ 'શમશેરા'નું ટ્રેલર: ફિલ્મમાં રણબીરના પાત્રનું નામ શમશેરા છે અને સંજય દત્તના પાત્રનું નામ દરોગા શુદ્ધ સિંહ છે. સંજય દત્તના ફર્સ્ટ લૂક પોસ્ટરમાં, ત્રિપુંડ તેના કપાળ પર જોવા મળ્યો હતો અને તેના ચહેરા પર દુષ્ટ સ્મિત જોવા મળ્યું હતું.

રણબીર કપૂરની ફિલ્મો ચાર વર્ષ બાદ કમબેક: તમને જણાવી દઈએ કે, રણબીર કપૂરની ફિલ્મો ચાર વર્ષ બાદ કમબેક કરી રહી છે. આ વર્ષે તેની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' (9 સપ્ટેમ્બર 2022) પણ રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ આ પહેલા રણબીર કપૂર આ વર્ષે 22 જુલાઈએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ 'શમશેરા'માં ધનસુખના રોલમાં જોવા મળશે. હવે ફેન્સ રણબીરની આ બે ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સંજય દત્તનો મહત્વનો રોલ: તમને જણાવી દઈએ કે, આ પહેલા રણબીર કપૂર ફિલ્મ 'સંજુ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ એક્ટર સંજય દત્તની બાયોપિક હતી, જેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે, રણબીર કપૂરની સાથે ફિલ્મ 'શમશેરા'માં સંજય દત્ત પણ મહત્વના રોલમાં છે.

આ પણ વાંચો:'શમશેરા'માં સંજય દત્તનો ખલનાયક લૂક, ટ્રેલર રિલીઝ પહેલા સામેે આવ્યું પોસ્ટર

શમેશરાનું નિર્દેશન: ફિલ્મ 'શમેશરા'નું નિર્દેશન કરણ મલ્હોત્રાએ કર્યું છે, જેમણે ઋતિક રોશન અને સંજય દત્ત અભિનીત 'અગ્નિપથ'નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે સુંદર અભિનેત્રી વાણી કપૂર જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details