મુંબઈઃ રણબીર કપૂરની આગામી ફિલ્મ 'શમશેરા' રિલીઝ (Movie Shamshera Release Date) થવાની તૈયારીમાં છે. ફિલ્મના કલાકારો રણબીર અને વાણી કપૂર ફિલ્મના પ્રમોશનમાં જોરશોરથી વ્યસ્ત છે. આવી સ્થિતિમાં હવે ફિલ્મ મેકર્સે ફિલ્મ શમશેરાનું ટાઈટલ ટ્રેક પણ રિલીઝ (SHAMSHERA TITLE TRACK RELEASED) કર્યું છે. ઉત્સાહથી ભરેલા ગીતમાં રણબીરની ભડકાઉ સ્ટાઈલ સામે આવી છે. આ ફિલ્મ 22 જુલાઈ (2022)ના રોજ રિલીઝ થશે. ગીત શરૂ થાય છે - ખંજર હૈ પીઠમે ગહરા, ઘના ચાહે અંધેરા ફિર ભી જિંદ પે જિંદા જો કહલાયે વો શમશેરા...
આ પણ વાંચો:લલિત મોદી અને સુષ્મિતા સેનના લગ્નની ચર્ચા, મોદીએ ટ્વિટ કરીને કહ્યું- હવે આવું ન કહો
રણબીર કપૂર પહેલીવાર આટલા અલગ પાત્રમાં: તમને જણાવી દઈએ કે રણબીર અને વાણી ફિલ્મ 'શમશેરા'ને લઈને ચર્ચામાં છે. યશ રાજ બેનરની આ ફિલ્મનું ટ્રેલર 24 જૂને રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં રણબીર કપૂરથી લઈને સંજય દત્ત સુધી દરેકનું જોરદાર કેરેક્ટર જોવા મળ્યું હતું. રણબીર કપૂર પહેલીવાર આટલા અલગ પાત્રમાં જોવા મળ્યો છે. રણબીર, સંજય દત્ત, વાણી કપૂર સ્ટારર ફિલ્મનો ફર્સ્ટ લૂક જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.