ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

શમિતા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર કરી બ્રેકઅપની જાહેરાત - શિલ્પા શેટ્ટીની નાની બહેન શમિતા શેટ્ટી

શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર તેના બ્રેકઅપની જાહેરાત (SHAMITA SHETTY ANNOUNCES BREAK UP) કરી છે.

શમિતા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર કરી બ્રેકઅપની જાહેરાત
શમિતા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર કરી બ્રેકઅપની જાહેરાત

By

Published : Jul 27, 2022, 10:13 AM IST

હૈદરાબાદ:બોલિવૂડ કોરિડોર (Bollywood Corridor) માત્ર તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ સેલેબ્સ વચ્ચે અફેર, પ્રેમ, લગ્ન, બ્રેકઅપ અને છૂટાછેડા માટે પણ ચર્ચામાં રહે છે. હવે બોલિવૂડમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની નાની બહેન શમિતા શેટ્ટીએ રાકેશ બાપટ સાથે બ્રેકઅપ (Shamita Shetty Rakesh Bapat breakup) કર્યું હોવાની જાહેરાત (SHAMITA SHETTY ANNOUNCES BREAK UP) કરીને રાતોરાત હેડલાઈન્સ બનાવી લીધી છે. શમિતાએ આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે.

આ પણ વાંચો:અક્ષય કુમાર પછી હવે આ સુપરસ્ટાર બન્યા સૌથી મોટા ટેક્સપેયર, ITએ કર્યું સન્માન

શમિતા શેટ્ટીએ તેની ઈન્સ્ટાસ્ટોરી પર લખ્યું: રાકેશ સાથેના બ્રેકઅપની જાહેરાત કરતા શમિતા શેટ્ટીએ તેની ઈન્સ્ટાસ્ટોરી પર લખ્યું, મને લાગે છે કે એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે રાકેશ અને હું હવે સાથે નથી, પરંતુ આ મ્યુઝિક વિડિયો તે બધા ચાહકો માટે છે જેમણે જેમણે બધાએ અમને ઘણો બધો પ્રેમ આપ્યો છે. મહેરબાની કરીને તમારો પ્રેમ વ્યક્તિગત રૂપે આવો જ રાખો, વધુ ઊર્જા અને શક્યતાઓ નહીં, તમારા બધા માટે પ્રેમ અને કૃતજ્ઞતા.

શમિતા-રાકેશ ક્યાં મળ્યા હતા: તમને જણાવી દઈએ કે, રાકેશ અને શમિતા ગયા વર્ષે OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થયેલી બિગ બોસ OTTની પ્રથમ સિઝનમાં મળ્યા હતા. બિગ બોસના ઘરમાં ખીલેલા આ પ્રેમ પર તમામ ચાહકોનો પ્રેમ પણ બહાર આવ્યો હતો, પરંતુ બિગ બોસના ઘરમાંથી બહાર આવેલા આ કપલનું પણ જલ્દી જ બ્રેકપ થઈ ગયું છે.

આ પણ વાંચો:'એનિમલ'માંથી રણબીર કપૂરનો લૂક થયો લીક, જૂઓ ફોટોઝ

રાકેશના છૂટાછેડા થઈ ગયા છે: તમને જણાવી દઈએ કે શમિતા શેટ્ટીએ હજી લગ્ન કર્યા નથી અને રાકેશના છૂટાછેડા થઈ ગયા છે. રાકેશે વર્ષ 2011માં ટીવી એક્ટ્રેસ રિદ્ધિ ધોગરા સાથે લગ્ન કર્યા હતા અને 8 વર્ષ બાદ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે, રાકેશ અને શમિતાની ઉંમર 43 વર્ષ છે.

ABOUT THE AUTHOR

...view details