મુંબઈ: હાસ્ય કલાકારની ભૂમિકા હોય કે વિલનની, શક્તિ કપૂર દરેક ભૂમિકા સરસ રીતે નિભાવી જાણે છે. શક્તિ કપૂર આઈકોનિક કેરેક્ટર માટે જાણીતા છે. આજે તારીખ 3 ડિસેમ્બર 2023ના રોજ શક્તિ કપૂર 71મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. પિતાના જન્મદિવસ પર શ્રદ્ધા કપૂરે ખાસ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અહીં શ્રદ્ધા કપૂર દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો પર એક નજર કરીએ.
શ્રદ્ધા કપૂરે વીડિયો કર્યો શેર: શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર પોતાના પિતા સાથેની તસવીર અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. પિતા પુત્રીની આ જોડીને ચાહકો તરફથી ખુબ જ પ્રેમ મળે છે. આજે રવિવારે તેમના પિતા જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આ ખાસ પ્રસંગે તેમની દિકરી શ્રદ્ધા કપૂરે પોતાના ઓફિશિલય ઈન્સ્ટાગ્રામ પર સ્પેશિયલ વીડિયો શેર કરીને બર્થ ડે વિશ કર્યું છે. વીડિયો શેર કરીને શ્રદ્ધાએ લખ્યું છે કે, ''હૈપ્પી બર્થ ડે મારા અલ્ટીમેટ રોકસ્ટાર, મારા બાપૂ.''
શ્રદ્ધા-શક્તિ કપૂરનો લુક: વીડિયોમાં શક્તિ કપૂર અને તેમની દિકરી શ્રદ્ધા કપૂરે વ્હાઈટ ડ્રેસમાં જોવા મળે છે. શક્તિ કપૂરે વ્હાઈ કલરનો કુર્તો પહેર્યો છે, જ્યારે શ્રદ્ધા કપૂરે વ્હાઈટ ટી-શર્ટ પહેરી છે. બંન્ને પિતા-પુત્રી ચશ્મામાં ખુબ જ સુંદર જોવા મળી રહ્યાં છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં શકિત કપૂરનો ડાયલોગ સાંભળવા મળે છે. વીડિયોની શરુઆત બંન્નેના સીરિયસ ફેસ એક્સપ્રેશનથી થાય છે. ત્યાર બાદ બંન્ને ક્લોઝઅપ શોર્ટમાં જોવા મળે છે અને વીડિયોના અંતમાં બંન્ને હસતા જોવા મળે છે.
શ્રદ્ધા કપૂરનો વર્કફ્રન્ટ: શ્રદ્ધા કપૂરની આ પોસ્ટ પર બોલિવુડ એક્ટર રાકેશ રોશન, નીલ નિતિન મુકેશ, જૈકી શ્રોફની દિકરી કૃષ્મા શ્રોફે કોમેન્ટ કરીને શક્તિ કપૂરને જન્મદિવસની શુભકામના પાઠવી છે. આ દરમિયાન અન્ય ચાહકોએ પણ બર્થ ડે વિશ કર્યું છે. શ્રદ્ધા કપૂર છેલ્લે 'તુ ઝૂઠી મેૈં મક્કાર' ફિલ્મમાં જોવા મળી હતી. શ્રદ્ધાની આગામી બહુ ચર્ચિત સ્રીની સિક્વલ છે.
- Yash Soni Video: દર્શકોએ '3 એક્કા' ફિલ્મના કર્યા વખાણ, યશ સોનીએ કહ્યું 'થેેન્ક યુ'
- Gadar 2 Success Party: 'ગદર 2'ની સક્સેસ પાર્ટીમાં ધર્મેન્દ્ર, સિદ્ધાર્થ કિયારા સહિત આ કલાકારોએ હાજરી આપી
- Jawan Advance Booking: શાહરુખ ખાન ઈતિહાસ રચવા માટે તૈયાર, 'જવાન' ફિલ્મના એડવાન્સ બુકિંગ પર એક નજર