મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકાની મુલાકાતે ગયા હતા, ત્યારે તેમનું વ્હાઇટ હાઉસમાં પેન મસાલા દ્વારા 'છૈયા છૈયા' ગીત સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. જેના પર બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાને પ્રતિક્રિયા આપી છે. આ ગીત શાહરૂખની ફિલ્મ 'દિલ સે'નું પ્રખ્યાત ગીત છે. જ્યારે શાહરૂખને પૂછવામાં આવ્યું કે, 'છૈયા છૈયા' ગીત સાથે PMના સ્વાગત પર તમે શું કહેવા માંગો છો. ત્યારે શાહરુખે કહ્યું, 'કાશ હું ત્યાં ડાન્સ કરવા માટે હોત'.
છૈયા છૈયા ગીત પરફોર્મ: તારીખ 22 જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વ્હાઇટ હાઉસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનને મળ્યા હતા. વ્હાઇટ હાઉસમાં PM મોદીને આવકારવા માટેના ઉદઘાટન સમારોહમાં વાયોલિનવાદક વિભા જાનકીરામન અને કેપેલા જૂથ પેન મસાલાએ શાહરૂખ ખાન સાથે સુપરહિટ 'છૈયા છૈયા' પરફોર્મ કર્યું હતું. આ ખાસ ક્ષણ ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ હતી.
શાહરુખ ખાનની પ્રિતિક્રિયા: શાહરૂખ ખાન બોલિવુડમાં તેના 31 વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને તે દિવસની ઉજવણી કરવા માટે તેણે તારીખ 25મી જૂને 31 મિનિટ માટે AskSRK સેશનનું આયોજન કર્યું હતું. અભિનેતાએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1992માં રિલીઝ થયેલી ફિલ્મ 'દીવાના'થી કરી હતી. AskSRK સેશન દરમિયાન એક ચાહકે શાહરૂખને પૂછ્યું કે, 'વ્હાઈટ હાઉસમાં PM નરેન્દ્ર મોદીના 'છૈયા છૈયા' ગીત સાથે સ્વાગત કરવા પર તમે શું કહેવા માંગો છો ? આના જવાબમાં અભિનેતાએ મજાકમાં જવાબ આપ્યો, 'કાશ હું તેના પર ડાન્સ કરવા માટે ત્યાં હોત, પરંતુ મને લાગે છે કે તેઓ ટ્રેનને પ્રવેશવા દેશે નહીં'.
શાહરુખ-મલાઈકાનું ગીત: 'છૈયા છૈયા' મૂળભૂત રીતે શાહરૂખ ખાનની ફિલ્મ 'દિલ સે'નું એક ગીત છે. આ ફિલ્મ વર્ષ 1998માં રિલીઝ થઈ હતી. આ ગીત ટ્રેનની છત પર શૂટ કરવામાં આવ્યું હતું. જેમાં શાહરૂખ અને મલાઈકા અરોરા હતા. તેનો ડાન્સ સીક્વન્સ આજે પણ લોકોમાં લોકપ્રિય છે. છૈયા છૈયા પોપ ગીત છે. સૂફિ સંગીત અને ઉર્દૂ કવિતા પર આધારિત છે. આ ફિલ્મના સંગીતકાર એઆર રેહમાન છે.
- Thalapathy : સાઉથના સુપરસ્ટાર વિજય વિરુદ્ધ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર ઘટના
- Fans Celebrate: બોલિવુડમાં 'પઠાણ'ના 31 વર્ષ પૂરા, ચાહકોએ કરી ભવ્ય ઉજવણી
- Arjun Kapoor: 38માં જન્મદિવસે અર્જુન કપૂરે પોતાના બ્રાન્ડેડ કપડાં સેલ પર મૂક્યા, જાણો ક્યાં