હૈદરાબાદ:બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાને આજે (25 જૂન) હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીના 30 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ અવસર પર શાહરૂખ ખાને ફેન્સને મોટી ટ્રીટ આપી છે. શાહરૂખે બહુપ્રતિક્ષિત ફિલ્મ પઠાણમાંથી પોતાનો નવો લુક જાહેર કર્યો છે. શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે ફિલ્મ 'પઠાણ'નું એક દમદાર મોશન પોસ્ટર શેર (movie Pathan motion poster Share) કર્યું છે.
આ પણ વાંચો:'હેરા ફેરી 3'માં અક્ષય, સુનીલ અને પરેશની ત્રિપુટી કન્ફર્મ, ચાહકોએ કહ્યું- મજા આવી ગઈ
ચાહકોમાં ખુશીની લહેર: પોસ્ટરમાં શાહરૂખ ખાન એક હાથમાં બંદૂક લઈને ઉભો છે. શાહરૂખનો આ લુક જોઈને ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર મોશન પોસ્ટર શેર કરતા શાહરૂખે લખ્યું, '30 વર્ષ અને ગણતરી નથી કારણ કે તમારો પ્રેમ અને સ્મિત અનંત છે. આ સફર#પઠાણ સાથે ચાલુ રહે છે. 25 જાન્યુઆરી, 2023 ના રોજ #YRF50 સાથે #Pathan ની ઉજવણી કરી રહ્યો છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે.