ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Smriti Irani daughter Reception: ઈરાનીની દીકરીના રિસેપ્શનમાં પહોંચ્યા સેલેબ્સ, મૌની રોયે કરી તસવીર શેર - શાનેલ ઈરાની અર્જુન ભલ્લાનું રિસેપ્શન

હાલમાં જ તારીખ 7 ફેબ્રુઆરીએ અભિનેતા સિદ્ધાર્થ અને અભિનેત્રી કિયારાએ રાજસ્થાનમાં શાહી લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ મુંબઈમાં રિશેપ્શન પાર્ટી પણ આપી હતી. હવે તારીખ 9 ફેબ્રુઆરીએ સ્મૃતિ ઈરાનીની પુત્રી સાનેલે અર્જુન ભલ્લા સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન અંગેનુ રિસેપ્શન હતું. જેમાં બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાન પણ હાજર રહ્યાં હતાં. આ દરમિયાન અભિનેત્રી મૌની રૌયે રિસેપ્શન પાર્ટીની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જુઓ અહિં તસવીર.

Smriti Irani daughter Reception: ઈરાનીની દીકરીના રિસેપ્શનમાં પહોંચ્યા સેલેબ્સ, મૌની રોયે કરી તસવીર શેર
Smriti Irani daughter Reception: ઈરાનીની દીકરીના રિસેપ્શનમાં પહોંચ્યા સેલેબ્સ, મૌની રોયે કરી તસવીર શેર

By

Published : Feb 18, 2023, 3:27 PM IST

દિલ્હી: સ્મૃતિ ઈરાનની પુત્રી સાનેલ ઈરાનીએ અર્જુન ભલ્લા સાથે તારીખ 9 ફેબ્રુઆરી 2023ના રોજ રાજસ્થાનમાં લગ્ન કર્યાં હતાં. લગ્નની ખુશીમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં પઠાણ તરીકે નામના મેળવનાર બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાન નવપરણિત કપલને અભિનંદન આપવા માટે પહોંચ્યાં હતાં. આ દરમિયાન રિસેપ્શનમાં ફિલ્મ જગતના અન્ય સ્ટાર્સ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમાં મૌની રોય પણ સામેલ હતી. તેમણે રિસેપ્શનની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જાણો આ તસવીર સાથે મોની રૌયે નવપરણિત કપલન માટે શું લખ્યું ?

આ પણ વાંચો:Shahnawaz Pradhan Death: મિર્ઝાપુર ફેઈમ એક્ટરના અંતિમ સંસ્કાર, આવી રહી જર્ની

મૌની રોયે પાઠવ્યાં અભિનંદન: શાહરૂખ ખાન ગ્રાન્ડ સેલિબ્રેશનમાં શાહરૂખ ખાને ચેનલ ઈરાની અને અર્જુન ભલ્લાના લગ્નની પાર્ટીમાં હાજરી આપીને ધૂમ મચાવી હતી. આ પાર્ટીમાં કિંગ ખાને ઘણી વાહવાહી લૂંટી છે. 'બ્રહ્માસ્ત્ર'ની ગ્લેમરસ અભિનેત્રી મૌની રોય પણ પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર રહી હતી. શાનેલ અને અર્જુનને અભિનંદન આપતાં મૌનીએ લખ્યું કે, 'બંનેને તેમની આગળની સફર માટે ખૂબ ખૂબ અભિનંદન. શાનલ અને અર્જુનના લગ્નની તસવીર ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.

Smriti Irani daughter Reception: ઈરાનીની દીકરીના રિસેપ્શનમાં પહોંચ્યા સેલેબ્સ, મૌની રોયે કરી તસવીર શેર

શાનેલ ઈરાની અર્જુન ભલ્લાનું રિસેપ્શન: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની પુત્રી શાનેલ ઈરાની અને અર્જુન ભલ્લાના ભવ્ય લગ્ન પછીની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. શાનેલ અને અર્જુને તારીખ 9 ફેબ્રુઆરી 2023ના રોજ સાથે લગ્ન કર્યા હતા. શાનેલ ઈરાનીએ રાજસ્થાનના જોધપુર શહેરના ખિંવસરમાં અર્જુન ભલ્લા સાથે સાત ફેરા લીધા છેે. આ પછી કપલે ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી યોજી હતી. જે પાર્ટીમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, મૌની રોય તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે પાર્ટીમાં સામેલ થયા હતા. આ સિવાય ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ પાર્ટી સેલિબ્રેટ કરવા પહોંચ્યા હતા. આ ઉજવણીની અંદરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.

આ પણ વાંચો:Project K Release Date: એક્ટિંગના બે 'બાહુબલી' એક જ ફિલ્મમાં, એક્ટ્રેસનું નામ વાંચી ચોંકી જશો

રિસેપ્શનનની તસવીર શેર: અભિનેત્રી મૌની રોયે તેના સોશિયલ મીડિય પર શાનેલ ઈરાની અને અર્જુન ભલ્લાના રિસેપ્શનનો ફોટો શેર કર્યો છે. ફોટોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, મૌની રોય અને સ્મૃતિ ઈરાની, શાનેલ ઈરાની, અર્જુન ભલ્લા તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે પોઝ આપી રહ્યા છે. આ સિવાય મૌની રોયે બીજી તવસીર પોસ્ટ કર્યો છે. જેમાં શાહરૂખ ખાન અને મૌની-નાંબિયાર સ્મૃતિ ઈરાની સાથે જોવા મળી રહ્યા છે. ફોટોમાં કિંગ ખાન બ્લેક સૂટ પહેરીને અદભૂત લુકમાં જોવા મળી રહ્યો છે. લાલ સાડીમાં સ્મૃતિ ઈરાની ખૂબ જ સુંદર લાગી રહી છે. મૌની-નામ્બિયાર પણ તેના સ્ટાઇલિશ લુકથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. આ ફોટો ચાહકોને ખૂબ આકર્ષી રહ્યો છે.

Smriti Irani daughter Reception: ઈરાનીની દીકરીના રિસેપ્શનમાં પહોંચ્યા સેલેબ્સ, મૌની રોયે કરી તસવીર શેર

ABOUT THE AUTHOR

...view details