અમદાવાદ: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. નિર્માતા-દિગ્દર્શક આ ફિલ્મ તારીખ 25 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહ્યા છે. ટ્રેડ એક્સપર્ટ પણ ફિલ્મના બિઝનેસ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડશે. આટલું જ નહીં તેની સીધી સ્પર્ધા હવે દીપિકા પાદુકોણની ફિલ્મ પદ્માવત સાથે થવાની વિચારણા થઈ રહી છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે, સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ પ્રજાસત્તાક દિવસે રિલીઝ થયેલી ટોચની કમાણીવાળી ફિલ્મોની યાદીમાં ક્યાં સ્થાન મેળવે છે. અહીં સંપૂર્ણ યાદી જુઓ.
Film collection reports: પ્રજાસત્તાક દિવસના અવસરે રિલીઝ થયેલી ટોચની કમાણીવાળી ફિલ્મ, અહીં જુઓ યાદી આ પણ વાંચો:Film on Chhatrapati Sambhaji Mahara: વિકી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજની ભજવશે ભૂમિકા
પદ્માવત: સુપરસ્ટાર રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર સ્ટારર ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ પણ તારીખ 25 જાન્યુઆરી 2018ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મે પ્રથમ દિવસે થિયેટરમાંથી 32 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રકમમાં તારીખ 24 જાન્યુઆરીએ રાખવામાં આવેલ ફિલ્મના પેઇડ કલેક્શન (24 કરોડ)ના આંકડા પણ સામેલ છે. પદ્માવત એ સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત2018ની ભારતીય સમયની રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ છે. મલિક મુહમ્મદ જયસીની આ જ નામની મહાકાવ્ય પર આધારિત, તેમાં દીપિકા પાદુકોણ રાણી પદ્માવતી તરીકે, જેતેની સુંદરતા માટે જાણીતી રાજપૂત રાણી, મહારાવલ રતન સિંહની પત્ની, શાહિદ કપૂર દ્વારા ભજવવામાં આવી હતી. રણવીર સિંહ દ્વારા ભજવવામાં આવેલ સુલતાન અલાઉદ્દીન ખિલજી તેની સુંદરતા વિશે સાંભળે છે અને તેને ગુલામ બનાવવા તેના રાજ્ય પર હુમલો કરે છે.
Film collection reports: પ્રજાસત્તાક દિવસના અવસરે રિલીઝ થયેલી ટોચની કમાણીવાળી ફિલ્મ, અહીં જુઓ યાદી અગ્નિપથ: વર્ષ 2012ના દિવસે રિલીઝ થયેલી રિતિક રોશન અને પ્રિયંકા ચોપરા સ્ટારર એક્શન ડ્રામા ફિલ્મ 'અગ્નિપથ' પણ સુપરહિટ રહી હતી. ગણતંત્ર દિવસ પર રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે 23 કરોડ રૂપિયાની બમ્પર કમાણી કરી હતી. અગ્નિપથ એ વર્ષ 2012ની એક્સન ડ્રામાં ફિલ્મ છે. જેના નિર્માતા હિરુ યશ જોહર અને કરણ જોહર દ્વારા ધર્મા પ્રોડક્શન હેઠળ ફિલ્મ બની છે. આ ફિલ્મ મુકુલ એસ. આનંદ દ્વારા દિગ્દર્શિત અને અમિતાભ બચ્ચન અભિનીત સમાન શિર્ષકની 1990ની નામની ફિલ્મની રિમેક. આ ફિલ્મમાં હ્રિતિક રોશન, સંજય દત્ત, ઋષિ કપૂર, પ્રિયંકા ચોપરાનો સમાવેશ થાય છે. વશ્વભરમાં 2650 સ્ક્રીનમાં થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે સૌથી વધુ ઓપનિંગ દિવસનો રેકોર્ડ તોડ્યો અને 19.3 કરોડની વિશ્વવ્યાપી કમાણી કરી હતી.
આ પણ વાંચો:Fukrey 3 Release Date OUT: ફિલ્મ ફુકરે 3 ની રિલીઝ ડેટ જાહેર, જાણો ક્યારે થશે રિલીઝ
રઈસ: શાહરૂખ ખાન અને પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનની ફિલ્મ 'રઈસે' બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી. ફિલ્મે પહેલા દિવસે થિયેટરમાંથી 20.42 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 'રઈસ' એ વર્ષ 2017ની એકશન ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન રાહુલ ધોળકિયા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી, માહિરા ખઆન છે. તારીખ 25 જાન્યુઆરી 2017 ના રોજ ભારતના પ્રજાસત્તાક દિવસના સપ્તાહના અંતે ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ઉપરાંત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરી છે. આ સાથે 63 માં ફિલ્મમેકર પુરસ્કારોમાં 5 નામાંકન પ્રાપ્ત થયા હતા.
Film collection reports: પ્રજાસત્તાક દિવસના અવસરે રિલીઝ થયેલી ટોચની કમાણીવાળી ફિલ્મ, અહીં જુઓ યાદી જય હો: આ પછી વર્ષ 2014ના દિવસે સલમાન ખાન અને ડેઝી શાહ સ્ટારર ફિલ્મ 'જય હો' પણ ગણતંત્ર દિવસના દિવસે સિલ્વર સ્ક્રીન પર પહોંચી હતી. આ ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 17.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 'જય હો' એ વર્ષ 2014માં તારીખ 24 જાન્યુઆરીના રોજ પ્રજાતસત્તાક દિવસના સપ્તાહના અંતે રિલીઝ થયેલી ફિલ્મ છે. આ સામાજિક અને રાજકીય ડ્રામાં ફિલ્મ છે. જે ફિલ્મના દિગદર્શક અને નીર્માતા સોહેલ ખાન છે. આ ફિલ્મમાં સલમાન ખાન શીર્ષકની ભૂમિકામાં છે. આ ઉપરાંત તબ્બુનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 195.04 કરોડ રુપિયાની કમાણી કરી હતી.
આ પણ વાંચો:'naatu Naatu' Song Nominated For Oscars: Rrr ફિલ્મનું ગીત 'નાટૂ નાટૂ' ઓસ્કર માટે નોમિનેટ
રેસ: બરાબર 10 વર્ષ પહેલાં તારીખ 25 જાન્યુઆરી 2013ના રોજ સિલ્વર સ્ક્રીન પર પહોંચેલી સૈફ અલી ખાન, જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ રેસ 2 એ પહેલા દિવસે બમ્પર કમાણી કરી હતી. ફિલ્મે પહેલા દિવસે સિનેમાઘરોમાંથી 15.12 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 94 કરોડના બજેટમાં બનેલી, રેસ 2 તારીક 25 જાન્યુઆરી 2013 ભારતમાં અને તારીખ 26 જાન્યુઆરી 2013 વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને વિવેચકો અને પ્રેક્ષકો તરફથી મિશ્રથી હકારાત્મક સમીક્ષાઓ મળી. વિશ્વભરમાં 161 કરોડની કમાણી કરી હતી અને તેને "સુપર હિટ" તરીકે ગણવામાં આવી હતી.
Film collection reports: પ્રજાસત્તાક દિવસના અવસરે રિલીઝ થયેલી ટોચની કમાણીવાળી ફિલ્મ, અહીં જુઓ યાદી પઠાણ: હવે આ લિસ્ટમાં આગળનો નંબર સુપરસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ'નો છે. શાહરૂખ ખાન અને જોન અબ્રાહમની આ ફિલ્મ પહેલા દિવસે કેટલા કરોડની કમાણી કરશે ? દરેકની નજર આના પર છે. શું આ ફિલ્મ આ લિસ્ટમાં દીપિકા પાદુકોણની પદ્માવતને પાછળ છોડી શકશે ? તે જોવું રસપ્રદ રહેશે.