ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Shahrukh Khan: ફિલ્મ 'જવાન'નું નવું પોસ્ટર રિલીઝ, શાહરૂખ ખાનના બોલ્ડ લુકને જોઈને ચાહકો થયા ફિદા - શાહરૂખ ખાનના બોલ્ડ લુકને જોઈને ચાહકો થયા ફિદા

બોલિવૂડના 'પઠાણ' શાહરૂખ ખાને તેની આગામી ફિલ્મ જવાનના બોલ્ડ લુકના નવા પોસ્ટર શેર કર્યા છે, તમને જવાનમાં શાહરૂખ ખાનનો બોલ્ડ લૂક કેવો લાગ્યો ?

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 13, 2023, 3:01 PM IST

મુંબઈઃશાહરૂખ ખાનના ફેન્સ તેની આગામી એક્શન-થ્રિલર ફિલ્મ જવાનને લઈને વધુ ઉત્સાહિત છે. જ્યારથી ફિલ્મ જવાનનું પ્રિવ્યુ રીલીઝ થયું છે. ત્યારથી શાહરૂખ ખાનના ચાહકો દ્વારા જવાનના પ્રીવ્યુને મળતા પ્રેમ સાથે સાતમા આસમાને છે. ખુદ શાહરૂખ ખાન માટે ફિલ્મની રિલીઝની રાહ જોવી મુશ્કેલ થઈ રહી છે. હાલમાં શાહરૂખ ખાન ટ્વિટર પર પોતાના ફેન્સ સાથે જોડાયેલ છે અને જવાનનો અનુભવ ચાહકો સાથે શેર કરી રહ્યો છે. દરમિયાન શાહરૂખ ખાને પણ ફિલ્મ જવાનના તેના બોલ્ડ લુકમાં નવા પોસ્ટર શેર કર્યા છે.

જવાનનો બોલ્ડ લુક: શાહરૂખ ખાને આ પોસ્ટને અલગ-અલગ ભાષાઓમાં શેર કરી છે. આ પોસ્ટર્સ શેર કરીને શાહરૂખ ખાને લખ્યું છે કે, 'જ્યારે હું વિલન બની જાઉં છું, ત્યારે મારી સામે કોઈ હીરો ટકી શકતો નથી'. જવાન ફિલ્મના નવા પોસ્ટરમાં શાહરૂખ ખાન બાલ્ડ લુકમાં જોવા મળી રહ્યો છે. કિંગ ખાનના હાથમાં પિસ્તોલ છે અને તેની આંખોમાં ચશ્મા છે. હવે શાહરૂખ ખાનના બોલ્ડ લુકના પોસ્ટર પર તેના ચાહકોનો પ્રેમ વરસવા લાગ્યો છે.

પોસ્ટર પર ચાહકોની પ્રતિક્રિયા: બોલ્ડ લુકમાં શાહરૂખ ખાનનો પાવરફુલ લુક જોઈને એક ફેને લખ્યું છે, 1500 કરોડ લોડિંગ. અન્ય એક ચાહકે લખ્યું છે, 'ગુડ ટુ ગો ચીફ'. એક ચાહકે લખ્યું છે 'માસ પોસ્ટર'. અન્ય એક ચાહકે લખ્યું, 'મજા આ ગયા ખાન સાહબ'. શાહરૂખ ખાને આ પોસ્ટરને શેર કર્યાને અડધો કલાક પણ નથી થયો કે તેને કિંગ ખાનના 4 લાખથી વધુ ચાહકોએ લાઈક કર્યું છે.

ફિલ્મ જવાન વિશે: 'જવાન' સાઉથની ફિલ્મોના યુવા દિગ્દર્શક અરુણ કુમાર ઉર્ફે એટલી દ્વારા બનાવવામાં આવી છે. એટલીએ પોતાની કારકિર્દીમાં ચાર ફિલ્મો બનાવી છે અને તમામ ફિલ્મો હિટ છે. 'જવાન' એટલીના કરિયરની પાંચમી ફિલ્મ છે, જેનો પ્રીવ્યૂ કહી રહ્યું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર આગ લગાવશે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ, નયનતારા, સાન્યા મલ્હોત્રા, પ્રિયમણી, વિજય સેતુપતિ અને સંજય દત્ત મહત્વની ભૂમિકામાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં કિયારા અડવાણીની પણ એન્ટ્રી કરવામાં આવી છે.

  1. Thalapathy Vijay: થલાપતી વિજયે ટ્રાફિક નિયોમનું કર્યું ઉલ્લંઘન, 500 રુપિયાનો દંડ ફટકાર્યો
  2. Bollywood Film Remakes: 1970ના દાયકાની ક્લાસિકલ ફિલ્મ બાવર્ચી, મિલી અને કોશિસની બનશે રિમેક

ABOUT THE AUTHOR

...view details