મુંબઈ: શાહરુખ ખાનના ચાહકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. પઠાણ ફિલ્મ બાદ હવે બીજ વખત બોલિવુડના બાદશાહ પોતાનો જાદુ ચલાવવા માટે આવી રહ્યાં છે. શાહરુખ ખાને પોતાના ટ્વીટર પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે આાગામી ફિલ્મ 'જવાન'ની પ્રીવ્યૂ રિલીઝ ડેટની જાહેરાત કરી છે. 'જવાન' ફિલ્મમાં શારુખ ખાને અને નયનતારા લિડ રોલમાં જોવા મળશે. શાહરુખની ફિલ્મ જવાન વિશ્વ સ્તરે તારીખ 7 ડેસેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ કરવમાં આવશે.
મોશન ટીઝર રિલીઝ: શાહરુખ ખાને 'જવાન' ફિલ્મની પ્રીવ્યુની તારીખની જાહેરાત ટ્વિટર પર કરી છે. તારીખ 8 જુલાઈના રોજ શાહરુખ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોશન ટીઝર રીલઝ કર્યું છે. આ મોશન ટીઝરમાં 'જવાન' ટેક્સ સાથે વૉકી ટૉકીની સાથે ફ્લૈશ કરી રહ્યાં છે. ટીઝર શેર કરીને શાહરુખ ખાને કેપ્શનમાં લખ્યું છે કે, 'મેં પુણ હું યા પાપ હું ? મૈં ભી આપ હું.' વીડિયોમાં દેખાડમાં આવ્યું છે કે, 'જવાન'ની પ્રીવ્યૂ તારીખ 10 ડેસેમ્બરે સવારે 10:30 કલાકે આવશે. આ સાથે શાહરુખ ખાને ચાહકોને પુછ્યું છે કે, 'રેડી આહ'.
ફિલ્મના મુખ્યુ કાલકાર: સાઉથ ફિલ્મ ઉદ્યોગના ફિલ્મ નિર્માતા એટલીની આ ફિલ્મમાં શાહરુખ ખાન અને નયનતારા સાથે ટોલિવુડના સ્ટાર વિયજ સેતુપતિ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને હાઈ ઓક્ટેન એક્શન સીન્સવાળી એક ઈવેંટ ફિલ્મના રુપમાં રજુ કરવમાં આવી છે. શાહરુખ ખાનની 'જવાન' ફિલ્મને પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટે પ્રોડ્યૂસ કરી છે.
ફિલ્મની રિલીઝ ડેટ: જૂન 2022માં શાહરુખ ખાને ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું. જેમાં બતાવવામાં આવ્યું હતું કે, જેની શરુાત પર્વત શીખરો પર નોર્દન લાઈટ્સની ઝલક સાથે થાય છે. 'જવાન' ફિલ્મમાં શાહરુખ ખાને પોતાના ચેહરાેે પટ્ટિથી બાંધી રાખ્યો છે. શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ અભિનીત ફિલ્મ 'પઠાણ'ની સફળતા બાદ તારીખ 7 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવા માટે 'જવાન' ફિલ્મ તૈયાર છે.
- First Look : 'જવાન' રિલીઝ પહેલા, નયનતારાની એક તસવીર ટ્વિટર પર વાયરલ
- Naseeruddin Shah Daughter: નસીરુદ્દીન શાહની પુત્રીનું 53 વર્ષ બાદ બર્થ સર્ટિફિકેટ બનાવવાની અરજી, તપાસ ચાલુ
- Guru Dutts Birth Anniversary: ફિલ્મ નિર્માતા ગુરુ દત્તની જન્મજયંતી, અભિનેતાની ફિલ્મ સફર પર એક નજર