હૈદરાબાદ: બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાને ગુરુવારે લગભગ 3 મિનિટના વીડિયોનું લોન્ચિંગ કર્યું હતું. આ વીડિયોમાં શાહરુખ ક્યારેય ન જોયેલા અવતારમાં જોવા મળે છે. ચાહકો ઘણા સમયથી 'જવાન' ટ્રેલરની રાહ જઈ રહ્યાં હતા, તે રાહનો અંત લાવી દીધો છે. ચેન્નઈમાં ફિલ્મના ભવ્ય ઓડિયો લોન્ચ પછી કિંગ ખાન દ્વારા દુબઈમાં બુર્જ ખલિફા ખાતે 'ટ્રેલર' લોન્ચ કરવામાં આવ્યું હતું.
બુર્જ ખલીફા ખાતે 'જવાન'નું ટ્રેલર લોન્ચ: સુપરસ્ટારે તેમના ગીત 'ઝિંદા બંદા' સોન્ગ રિલીઝ કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી હતી. શાહરુખ ખાને પ્રોગ્રામમાં 'ચલેયા ગીત'ના અરબી વર્ઝનનું પણ લોન્ચિંગ કર્યું હતું. ધમાકેદાર પ્રદર્શન કર્યા પછી શાહરુખે ચાહકો સાથે વાતચિત કરી હતી. તેમણે ફિલ્મની ખાસિત વિશે વાત કહ્યું હતું કે, ''મને અપેક્ષા છે કે, જ્યારે તમે થિયેટરમાં તારીખ 7 સપ્ટેમ્બરે ફિલ્મ જોવા જશો, ત્યારે એમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે દરેકને કઈંકને કઈંક પસંદ આવશે.''
અભિનેતાએ ફિલ્મની ખાસિયતો જણાવી: 57 વર્ષિય અભિનેતાએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, ફિલ્મમાં 6 કે 7 કરતા વધુ અલગ અલગ દેખાવમાં જોવા મળશે. તેમણે કહ્યું કે, ચાહકોને બાલ્ડ અવતાર માટે ફિલ્મ જોવા કહ્યું હતું. આ પ્રથમ અને અંતિમ વખત છે જ્યારે તે આ ભૂમિકા ભજવશે. શાહરુખ ખાને આગળ જણાવ્યું હતું કે, ''હવે હું તમારી સમક્ષ બાલ્ડ લુકમાં આવ્યો છું. તો એના સન્માન કરવા માટે જાઓ જુઓ. શું ખબર ફરી મારો આ બાલ્ડ લુક જવા મળે ન મળે.''
જવાનની રિલીઝ ડેટ: એટલી દ્વારા નર્દેશિત ફિલ્મ તારીખ 7 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થશે. શાહરુખની એકશન ડ્રામા ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ સહિતની ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરુખ ખાન સહિત નયનતારા, વિજય સેતુપતિ, દીપિકા પાદુકોણ, પ્રિયામણી, સાન્યા મલ્હોત્રા, સુનીલ ગ્રોવર, યોગી બાબુ, રિદ્ધિ ડોગરા, એજાઝ ખાન, સંજીવન ભટ્ટાચાર્ય અને અમૃતા ઐયર સામેલ છે.
- Jawan Trailer Dialogue: 'બેટે કો હાથ લગને સે પહેલે...', 'કિંગ ખાન'ના આ ડાયલોગ પર ચાહકોએ કહ્યું – સમજદાર કો ઈશારા કાફી હૈ !
- Trailer Of Jawan : લોકોની આતુરતાનો અંત, શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું ટ્રેલર રિલીઝ
- Raj Kumar Rao: બોલિવૂડના રાજકુમારનો આજે 39મો જન્મદિવસ