ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

2023નો સૌથી લોકપ્રિય સ્ટાર બન્યો 'શાહરૂખ ખાન', ટોપ 10માં આ સેલેબ્સના નામ પણ સામેલ - TOPS IMDBS LIST

MOST POPULAR INDIAN STARS: આ વર્ષે દર્શકો અને પ્રશંસકોનું મનોરંજન કરનારા 2023ના સૌથી લોકપ્રિય ભારતીય સ્ટાર્સની યાદી જાહેર કરવામાં આવી છે. આ વર્ષે કયા સ્ટારે લોકોને વધુ એન્ટરટેઈન કર્યું છે તે જોવા માટે ચાલો લિસ્ટ પર એક નજર કરીએ...

Etv BharatSHAH RUKH KHAN
Etv BharatSHAH RUKH KHAN

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2023, 3:45 PM IST

મુંબઈ: ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb) એ બુધવારે 2023ના ટોપ 10 સૌથી વધુ લોકપ્રિય ભારતીય સ્ટાર્સની યાદી બહાર પાડી. આ સૂચિ વિશ્વભરમાં IMDbના 200 મિલિયનથી વધુ મહિને વિઝીટરના રિયલ પેજ વ્યૂજના આધારે નક્કી કરવામાં આવે છે. આ યાદીમાં શાહરૂખ ખાનથી લઈને સાઉથ સ્ટાર વિજય સેતુપતિ સુધીના નામ સામેલ છે.

2023ના ટોપ 10 સૌથી વધુ લોકપ્રિય ભારતીય સ્ટાર્સ: આજે 22 નવેમ્બરના રોજ, IMDb એ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર ભારતીય સ્ટાર્સની તસવીરો સાથે 2023ના ટોપ 10 સૌથી વધુ લોકપ્રિય ભારતીય સ્ટાર્સના નામની જાહેરાત કરી છે. આ શેર કરતા તેણે લખ્યું, 'અમારી ખાસ જાહેરાત. 2023 ના સૌથી લોકપ્રિય ભારતીય સ્ટાર્સને હાઇલાઇટ કરીએ છીએ જેમણે આ વર્ષે અમારું મનોરંજન કર્યું. શું તમે તમારું મનપસંદ જોયું? IMDb ની 2023 ના ટોપ 10 સૌથી વધુ લોકપ્રિય ભારતીય સ્ટાર્સની યાદીમાં એવા સ્ટાર્સનો સમાવેશ થાય છે જેઓ 2023 દરમિયાન IMDb સાપ્તાહિક રેન્કિંગમાં સતત ટોચ પર રહ્યા હતા. આ રેન્કિંગ વિશ્વભરમાં IMDb પર 200 મિલિયનથી વધુ માસિક મુલાકાતીઓના વાસ્તવિક પૃષ્ઠ દૃશ્યો પર આધારિત છે.

2023નો IMDb નંબર 1 સ્ટાર: 2023નો IMDb નંબર 1 ભારતીય સ્ટાર શાહરૂખ ખાન છે. આ વર્ષે, કિંગ ખાન બે બ્લોકબસ્ટર ફિલ્મો પઠાણ અને જવાન સાથે તેના ચાહકો અને પ્રેક્ષકોનું મનોરંજન કરતો જોવા મળ્યો હતો. તેની ફિલ્મને દુનિયાભરના ચાહકો અને દર્શકોનો ઘણો સપોર્ટ મળ્યો છે.

સૌથી લોકપ્રિય અભિનેત્રીઓ: બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓ આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ અનુક્રમે નંબર 2 અને નંબર 3 પર સ્થાન મેળવવામાં સફળ રહી છે. તે જ સમયે, 'જુબિલી' અભિનેત્રી વામિકા ગબ્બીનું નામ ચોથા સ્થાન પર, કિંગ ખાનની સાઉથની અભિનેત્રી નયનતારાનું નામ પાંચમા સ્થાન પર, તમન્ના ભાટિયાનું નામ છઠ્ઠા સ્થાન પર સામેલ છે. જ્યારે કરીના કપૂર 7મા સ્થાને, શોભિતા ધુલીપાલા 8મા ક્રમે, બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર 9મા અને સાઉથ સ્ટાર વિજય સેતુપતિ 10મા ક્રમે છે.

આ પણ વાંચો:

  1. જાણો બોલિવૂડના 'શહઝાદા'કાર્તિક આર્યને તેનો જન્મદિવસ કોની સાથે ઉજવ્યો
  2. IFFI 2023માં ભીડ વચ્ચે જ્યારે સલમાન ખાન અચાનક મહિલા પાસે પહોંચ્યો, ભીડમાં તેને ચુંબન કર્યું

ABOUT THE AUTHOR

...view details