હૈદરાબાદઃબોલિવૂડના 'કિંગ ખાને' 4 વર્ષ બાદ મોટા પડદા પર ધમાકેદાર એન્ટ્રી કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. અભિનેતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પઠાણ' (shahrukh khan movie pathan) સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે અને અભિનેતા ફિલ્મને લઈને કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી. શાહરૂખના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ 'પઠાણ' તારીખ 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. હવે ફિલ્મ 'પઠાણ'ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. અહેવાલ છે કે, તારીખ 18મી ડિસેમ્બરે કતારમાં યોજાનાર FIFA વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં શાહરૂખ ખાન તેની ફિલ્મ 'પઠાણ'નું પ્રમોશન (Pathaan Promotion In FIFA) કરતા જોવા મળશે.
ફિલ્મ 'પઠાણ'નું પ્રમોશન: મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાહરૂખ ખાન FIFA વર્લ્ડ કપ ફાઈનલમાં પોતાની ફિલ્મ 'પઠાણ'નું પ્રમોશન કરવા જઈ રહ્યા છે. જોકે, આ સમાચાર પર મેકર્સ અને શાહરૂખ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આવી નથી. આ સમાચારથી શાહરૂખના ચાહકોમાં ગભરાટ ફેલાયો છે અને હવે તેઓ FIFAની ફાઈનલ મેચની રાહ જોઈ રહ્યા છે. અહીં ગઈકાલે રાત્રે રમાયેલી સેમીફાઈનલ મેચમાં આર્જેન્ટિનાએ ક્રોએશિયાને 3-0થી હરાવ્યું હતું અને હવે આગામી સેમીફાઈનલ મેચ ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે રમાશે.