મુંબઈઃબોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાન ફિલ્મ 'પઠાણ'થી બોક્સ ઓફિસ પર જાદુ ચલાવ્યો હતો. ત્યાર બાદ હવે તેની આગામી ફિલ્મ 'જવાન' સાથે ચાહકોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ તારીખ 2 જૂને રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ આ ફિલ્મની રિલીઝ ડેટ વારંવાર બદલાઈ રહી છે. 'જવાના' ફિલ્મના નિર્માતા તરફથી હજુ સુધી કોઈ પણ નિવેદન આવ્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મની તારીખ બદલાઈ ગઈ છે અને હવે શાહરૂખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ અને સંજય દત્ત અભિનીત આ એક્શન-ડ્રામા ફિલ્મ જૂનમાં રિલીઝ થશે નહીં.
જવાનની નવી રિલીઝ ડેટ: આવી સ્થિતિમાં આ ફિલ્મ ક્યારે પડદા પર આવશે તે અંગે ચાહકો બેચેન છે. કારણ કે, ફિલ્મની ઘણી રિલીઝ ડેટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફિલ્મ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ તારીખ 2 જૂને નહીં પરંતુ તારીખ 29 જૂન અને 11 ઓગસ્ટે રિલીઝ થશે. પરંતુ આ અંગે પણ કોઈ અભિપ્રાય સામે આવ્યો નથી. હવે જે ફિલ્મ સામે આવી છે તેની રિલીઝ ડેટ તારીખ 25 ઓગસ્ટ જણાવવામાં આવી રહી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં જવાનની રિલીઝ ડેટ 25 ઓગસ્ટને કન્ફર્મ માનવામાં આવી રહી છે. જવાનની નવી વાયરલ રીલિઝિંગ તારીખ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી.