ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Zinda Banda Song: શાહરુખ ખાન સ્ટારર 'જવાન'નું 'જીંદા બંદા' ગીત આઉટ, 7 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થશે - જવાનનું પહેલું ગીત રિલીઝ

શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ 'જવાન'નું ગીત 'ઝિંદા બંદા' તારીખ 31 જુલાઈના રોજ રિલીઝ થઈ ગયું છે. 'પઠાણ' ફિલ્મની સફળતા બાદ હવે શાહરુખ ખાન 'જવાન' ફિલ્મ લઈને બોક્સ ઓફિસ પર તુફાન મચાવવા માટે આવી રહ્યા છે. ચાહકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. સોન્ગ રિલીઝ થતા ચાહકોમાં ફિલ્મ પ્રત્યે ઉત્તેજના ખુબ જ વધી ગઈ છે.

શાહરુખ ખાન સ્ટારર 'જવાન'નું પ્રથમ ગીત આઉટ, 7 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થશે
શાહરુખ ખાન સ્ટારર 'જવાન'નું પ્રથમ ગીત આઉટ, 7 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થશે

By

Published : Jul 31, 2023, 1:13 PM IST

હૈદરાબાદ: બોલિવુડના 'બાદશાહ' અને 'પઠાણ' તરીકે ખ્યાતી મેળવાનાર શાહરુખ ખાન હવે 'જવાન' અવતારમાં બોક્સ ઓફિસ પર આવી રહ્યા છે. 'જવાન' ફિલ્મમાંથી પ્રથમ સોન્ગ 'જીંદા બંદા' રિલીઝ થઈ ગયું છે. આ સોન્ગમાં શાહરુખ ખાનનો અદભૂત અવતાર જોવા મળશે. આજે જ શાહરુખ ખાને પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને સોન્ગના રિલીઝ સમયની જાણકારી આપી હતી. હવે વચન મુજબ તારીખ 31 જુલાઈના રોજ 'જવાન'નું પ્રથમ સોન્ગ રિલીઝ કરી દીધું છે.

ફર્સ્ટ સોન્ગ રિલીઝ: 'જવાન' ફિલ્મનું પ્રથમ સોન્ગ રિલીઝ થતા જ શાહરુખ ખાનના ચાહકોમાં ખુશી છવાઈ ગઈ છે. એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'જવાન' એક થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, નયનતારા, વિજય સેતુપતિ, પ્રિયામણી, સાન્યા મલ્હોત્રા, સુનીલ ગ્રોવર, ગિરિજા ઓક, લેહર ખાન, કેની બાસુમેટરી, યોગી બાબુ, રિદ્ધિ ડોગરા, અમૃતા ઐયર વગેરે સામેલ છે. આ ફિલ્મ તારીખ 2 જુન 2023ના રોજ સિનમાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મ પ્રોડક્શનના અધુરા કામકાજને કારણે આ તરીખ મોકુફ રાખવામાં આવી હતી.

જવાન ફિલ્મની ચર્ચા: તારીખ 7 જુલાઈના રોજ ફિલ્મનું રિવ્યુ રિલીઝ કરવામાં આવ્યું હતું. 'જવાન' ફિલ્મના રિવ્યુએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી. ચાહકોમાં રિવ્યુ જોયા બાદ ફિલ્મ જોવાની ઈચ્છા ખુબ જ વધી ગઈ હતી. આ દરમિયાન શાહરુખ ખાનના એક ફેન પેજે શાહરુખનો નવો લુક રિલીઝ કર્યો હતો, જેની ચર્ચા ખુબ જ થઈ હતી. આ ફિલ્મનું નિર્માણ રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

શાહરુખ ખાનનો વર્કફ્રન્ટ: શાહરુખ ખાનના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો, તેઓ આગામી ફિલ્મ 'ડંકી'માં જોવા મળવાના છે. આ 'ડંકી' ફિલ્મ ડિસેમ્બર 2023માં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના નિર્દેશક રાજકુમાર હિરાની છે, જેમણે 'થ્રી ઈડિયટ્સ' અને 'પીકે' જેવી શાનદાર ફિલ્મ બનાવી છે. હવે 'જવાન' ફિલ્મ રિલીઝ નવી તારીખ 7 સપ્ટેમ્બર 2023 રાખવામાં આવી છે.

  1. Mrunal Thakur Bridal Look: લગ્નના જોડામાં સજ્જ મૃણાલ ઠાકુરનો નવો અવતાર, જુઓ અહિં તસવીર
  2. Jignesh Kaviraj Song: જિગ્નેશ કવિરાજનું નવુ ભજન ગીત 'ખાખ મેં ખપ જાના રે બંદે' ટુંક સમયમાં રિલીઝ થશે, પોસ્ટર આઉટ
  3. Box Office Collection: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ રવિવારે ધુમ મચાવી, ત્રીજા દિવસે ફિલ્મની આટલી કમાણી

ABOUT THE AUTHOR

...view details