હૈદરાબાદ: બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખખાને 2જી નવેમ્બરે પોતાનો 57મો જન્મદિવસ (Shah Rukh Khan birthday) ઉજવ્યો. શાહરૂખનો જન્મદિવસ 'કિંગ ખાન'ના લાખો ચાહકોના નામે હતો. આ ખાસ અવસર પર શાહરૂખ ખાને બહુપ્રતિક્ષિત અને એક્શન પેક્ડ ફિલ્મ 'પઠાણ'નું ટીઝર રિલીઝ કરીને તેના ચાહકોને એક મોટી ભેટ આપી છે. આ પછી શાહરૂખે તેના બંગલા 'મન્નત' પરથી તેના હજારો ચાહકો સાથે સેલ્ફી લીધી (Shah Rukh Khan shares selfie with fans) અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી. શાહરૂખના જન્મદિવસને લઈને ચાહકોમાં ભારે આતુરતા જોવા મળી હતી.
'મન્નત' પર લીધેલી ફેન્સ સાથેની સેલ્ફીઃ શાહરૂખ ખાને તેના જન્મદિવસ પર લીધેલી સેલ્ફી ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું, 'સમુદ્રની સામે જીવવું ખૂબ જ સરસ છે... પ્રેમનો દરિયો જે મને ઘેરી વળે છે. મારો જન્મદિવસ પર આસ પાસ વહેતો રહે છે. મને ખુશ અને ખૂબ જ વિશેષ અનુભવ કરાવવા બદલ આપ સૌનો હૃદયના ભાવથી આભાર'. શાહરૂખ ખાનની આ તસવીરોને 30 લાખથી વધુ લાઈક્સ મળી છે.
સેલેબ્સે કિંગ ખાનને આપી અભિનંદનઃ આટલું જ નહીં, રણવીર સિંહ, સાઉથ એક્ટ્રેસ રાશિ ખન્ના, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, કરણ જોહર, સુહાના ખાન અને ફરાહ ખાન સહિત ઘણા સેલેબ્સ અને ફેન્સે 'કિંગ ખાન'ને તેના 57માં જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે.
શાહરુખે 'છૈયા છૈયા' પર ડાન્સ કર્યોઃ અહીં, શાહરૂખ ખાનના જન્મદિવસ પર ફેન્સ માટે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શાહરુખ ખાને મીડિયા અને ફેન્સની સામે કેક કાપી હતી. તેમજ આ ઈવેન્ટમાં શાહરૂખ ખાને તેના આઈકોનિક ગીત 'છૈયા છૈયા' પર ચાહકોની સામે જોરદાર ડાન્સ કર્યો હતો. આ પ્રસંગે શાહરૂખે આઇસવોશ જીન્સ અને સફેદ ટી-શર્ટ ઉપર જેકેટ પહેર્યું હતું, જેના પર 'પઠાણ'નું પોસ્ટર છપાયેલું હતું.
'પઠાણ' ટીઝરે જોરદાર ધૂમ મચાવી છે: અહીં, ચાર વર્ષ પછી, શાહરૂખ ખાન 'પઠાણ' સાથે મુખ્ય અભિનેતા તરીકે વાપસી કરી રહ્યો છે. શાહરૂખે પોતાના જન્મદિવસ પર 'પઠાણ'નું ટીઝર રિલીઝ કરીને ચાહકોને મોટી ભેટ આપી છે. 'પઠાણ'ના ધમાકેદાર ટીઝરે ચાહકોમાં ફિલ્મ જોવા માટે જબરદસ્ત ઉત્સાહ ઉભો કર્યો છે. 'પઠાણ'ના ટીઝરને યુટ્યુબ પર અત્યાર સુધીમાં 16 મિલિયનથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરી, 2023 ના રોજ ગણતંત્ર દિવસના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે.