મુંબઈ: કિંગ ખાન વર્ષોથી ઈન્ડિયન ફિલ્મ ઉદ્યોગ પર રાજ કરી રહ્યો છે. શાહરુખ ખાનના ચાહકો ખુબ જ મોટા પ્રમાણમાં છે. શાહરુખની ફિલ્મ જોવા માટે તેમના ચાહકો આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે. દર્શકો દેશના હોય કે વિદેશના, પરંતુ શાહરુખ ખાનની ફિલ્મ પુરા વિશ્વમાં ફેમસ છે. તાજેતરમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ ખુબ જ ચર્ચામાં રહી છે. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. 'પઠાણ' ફિલ્મે વિશ્વભરમાં 700 કરોડ રુપિયાનો આંકડાને સ્પર્શ કરી લિધો છે. એટલું જ નહિં પરુંતુ હવે આ ફિલ્મ 1000 કરોડનો આકડો પણ પ્રાત કરવાની આશાએ આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો:Movies And Web Series On Ott : જાણો ફેબ્રુઆરીમાં Ott પર રિલીઝ થનારી આ ફિલ્મ અને વેબ સિરીઝ વિશે
પાકિસ્તાનમાં પઠાણ ફિલ્મ: ત્યારે 'પઠાણ' ફિલ્મ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ પાકિસ્તાનમાં ગેરકાદેસર રિતે બતાવવામાં આવી રહી હોવાનું કહેવામાં આવે છે. નોંધનિય છે કે, વર્ષ 2019 માં પુલવામાં હુમલા પછી ભરત પાકિસ્તાનના કલાકાર અને ફિલ્મ પર પ્રતિબંધ મુક્યો હતો. જે હજુ પણ ચાલુ છે. શાહરુખની આ ફિલ્મ તારીખ 25 જાન્યુઆરીએ પાકિસ્તાન સિવાય 100 થી પણ વધુ દેશમાં 8000 સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવી હતી. 'પઠાણ'ને 5500 ડેમેસ્ટિક સ્ક્રિન્સ પર જોવા મળી રહી છે. આ ઉપરાંત આખા વિશ્વમાં 'પઠાણ' ફિલ્મને લઈ દર્શકોમાં ઉત્સાહ જબરદસ્ત જોવા મળી રહ્યો છે. આ સાથે પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે બતાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો:Karthik Aryan dance: સલમાન ખાનના 'કેરેક્ટર ઢીલા હે' હિટ ગીત પર કરશે 'શહજાદા' ડાન્સ
પાકિસ્તાનમાં ટિકિટના ભાવ:ડોનના એક રિપોર્ટ અનુસાર એક એડ ખુબજ ઝડપથી વાયરલ થઈ રહી છે. પઠાણની ફિલ્મ સ્ક્રિનિંગ કરાચીમાં થઈ રહી છે. અહિં ફિલ્મની ટિકિટ 900 રુપિયામાં વેચવામાં આવી રહી છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 'પઠાણ'ને ફરીથી ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં બતાવવામાં આવશે. અહેવાલ પ્રમાણે યુકેમાં સ્થિત ફેરવર્ક ઈવેન્ટસે પાકિસ્તાનમાં આ ફિલ્મને પ્રદર્શિત કરવાની જવાબદારી લીધ છે.