મુંબઈઃ 'પઠાણ' ફિલ્મ તારીખ 25 જાન્યુઆરીએ પ્રજાસત્તાકના દિવસે થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી. શાહરુખની ફિલ્મેે 1000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. એટલું જહિં પરંતુ શાહરુખ ખાનની આગામી ફિલ્મ બીજ પણ ચાહકોને ભેટ આપી રહ્યાં છે. ત્યારે હવે એક વીડિયો સામે આવ્યો છે, જે ચર્ચામાં છે. શાહરુખ ખાને એક શાનદાર લક્ઝરી કાર ખરીદી છે. આ કારની કિંમત જાણી આશ્ચર્ય ચકિત થઈ જશો. જાણો અહિં કારની કિંમત ?
Shah Rukh Khan: 'પઠાણ'ની સફળતા બાદ શાહરૂખ ખાને ખરીદી નવી લક્ઝરી કાર, કિંમત જાણીને થશે આશ્ચર્ય - રોલ્સ રોયસ કુલીનન બ્લેક બેજ
શાહરુખ ખાનની ફિલ્મ હવે થિયેટરોમાં ધુમ મચાવી રહી છે. શાહરુખ ખાન અને તેમના ચાહકોમાં ખુશીનો કોઈ પાર નથી. ત્યારે હવે શાહરુખને લઈ એક નવા સમાચારે જોર પકડ્યું છે. તે છે, પઠાણની સફળતા બાદ શાહરૂખે તેની લક્ઝરી કાર્સના કલેક્શનમાં વધુ એક લક્ઝરી કારનો ઉમેરો કર્યો છે. આ કાર ખુબજ સુંદર દેખાય છે. આ કારની કિંમત જાણીને કોઈપણ ચોંકી જશે.
પઠાણે લક્ઝરી કાર ખરીદી: બોલિવૂડનો બાદશાહ હવે પઠાણ બની ગયો છે. કિંગ ખાનની પઠાણે દુનિયાભરમાં 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને હિન્દી સિનેમામાં ઈતિહાસ રચ્યો છે. બોલિવૂડમાં ફરી એકવાર શાહરૂખ ખાનનો સિક્કો ચાલવા લાગ્યો છે. હવે કિંગ ખાન વિશે એવા સમાચાર આવી રહ્યા છે કે તેણે પોતાની લક્ઝરી કારના બોક્સમાં વધુ એક લક્ઝરી કારનો સમાવેશ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાને Rolls-Royce Cullinan Black Badge SUV ખરીદી છે, જેની કિંમત કોઈના પણ હોશ ઉડી જશે. ભારતમાં આ કારની કિંમત 10 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો:Saba Azad Photo: સબા આઝાદની લેટેસ્ટ સાડી લુક જોશો તો, તમારા હૃદયના ધબકારા કહેશે વાહ
લક્ઝરી કારની વિશેષતા: એવું કહેવામાં આવી રહ્યું છે કે, શાહરૂખ ખાન ભૂતકાળમાં તેની નવી કારમાં સવારી કરતો જોવા મળ્યો હતો. 'કિંગ ખાન'ની નવી કારની વિશેષતાઓ વિશે વાત કરીએ તો તે સફેદ રંગની છે, જે આર્કટિક સફેદ રંગની છે. કારનું ઈન્ટિરિયર સફેદ લેધરમાં છે. આ વાહનનો નંબર 0555 છે. શાહરુખની ફિલ્મેે 1000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરીને, હવે શાહરૂખ ખાન 'જવાન' અને 'ડંકી' ફિલ્મથી ચર્ચામાં છે. આ ફિલ્મ ચાલુ વર્ષે જ રિલીઝ થવાની તૈયારીમાં છે.