ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

મિત્રના લગ્નમાં પહોંચ્યા SRK, એવુ તે શું કર્યું વીડિયો થઈ રહ્યો છે વાયરલ - બેલા મૂલચંદાનીના લગ્ન

શાહરૂખ ખાને સામાન્ય માણસ તરીકે એક મિત્રના લગ્નમાં હાજરી આપી હતી, (Shah Rukh Khan attends close friend wedding) જેની તસવીરો અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

મિત્રના લગ્નમાં પહોંચ્યા શાહરૂખ ખાન,એવુ તે શું કર્યુ વીડિયો થઈ રહ્યો છે વાયરલ
મિત્રના લગ્નમાં પહોંચ્યા શાહરૂખ ખાન,એવુ તે શું કર્યુ વીડિયો થઈ રહ્યો છે વાયરલ

By

Published : May 31, 2022, 11:41 AM IST

હૈદરાબાદઃ બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાને હાલમાં જ પોતાના ખાસ મિત્ર કરણ જોહરની બર્થડે પાર્ટીમાં (Karan Johar Birthday Party) સિક્રેટ એન્ટ્રી કરી હતી. હવે શાહરૂખ ખાનની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાસ્તવમાં આ તસવીરો અને વીડિયો શાહરૂખ ખાનના મિત્રના લગ્નના (Shah Rukh Khan attends close friend wedding) છે. શાહરૂખ ખાનની મિત્ર અને સહકર્મી બેલા મૂલચંદાનીના તાજેતરમાં મુંબઈમાં લગ્ન થયાં હતાં, જેમાં શાહરૂખ ખાને દસ્તક આપીને ધૂમ મચાવી હતી.

આ પણ વાંચો:Good bye shooting: અમિતાભ બચ્ચન પહોંચ્યા આ ફિલ્મ માટે દેહરાદૂન

શાહરૂખ ખાનનો એક વીડિયો સામે આવ્યો: આ લગ્નમાં હાજરી આપનાર શાહરૂખની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેની મિત્ર બેલા વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે.

બેલા તેના સૌથી જૂના મિત્રો અને સહકર્મીઓમાંથી એક: વીડિયોમાં શાહરૂખ કહી રહ્યો છે કે બેલા તેના સૌથી જૂના મિત્રો અને સહકર્મીઓમાંથી એક છે જે વર્ષોથી તેની સાથે છે. તેના વિશે સૌથી મીઠી વાત એ છે કે તેણે હંમેશા મારી સંભાળ લીધી છે.

મિત્રના લગ્નમાં પહોંચ્યા શાહરૂખ ખાન,એવુ તે શું કર્યુ વીડિયો થઈ રહ્યો છે વાયરલ

યુઝરે શાહરૂખ ખાનના વખાણ કર્યા: હવે શાહરૂખ ખાનના ચાહકો આ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ ઈમોજી આવી રહ્યા છે. એક યુઝરે શાહરૂખ ખાનના વખાણ કર્યા અને લખ્યું, 'શાહરુખ આટલો અદ્ભુત વ્યક્તિ છે.' જ્યારે બીજાએ લખ્યું, 'શાહરુખ સૌથી મીઠો અને નમ્ર છે.' જ્યારે કેટલાક ચાહકોએ તેને સજ્જન તરીકે કહ્યો છે.

આ પણ વાંચો:ફિલ્મ નિર્માતા બોની કપૂરના ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ, સાયબર ફ્રોડમાં ગુમાવ્યા રૂપિયા લાખો રુપિયા

વરરાજાએ શાહરૂખ ખાન સાથે જોરદાર પોઝ આપ્યો:તમને જણાવી દઈએ કે, વરરાજાએ પણ શાહરૂખ ખાન સાથે જોરદાર પોઝ આપ્યો છે અને એકમાં તે પોતે સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે. હવે શાહરૂખની આ શાનદાર સ્ટાઈલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details