હૈદરાબાદ:બોલિવૂડનો 'બાદશાહ' 4 વર્ષ બાદ અભિનેતા તરીકે મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે. શાહરૂખ ખાનના ફેન્સ વર્ષ 2023ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે, વર્ષ 2023માં શાહરૂખ ખાનની 3 મોટી ફિલ્મ 'પઠાણ', 'જવાન' અને 'ડંકી' (Dunki Saudi Arabia schedule wrap) રીલિઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ચાહકોની ધીરજતા તૂટી રહી છે. આ દરમિયાન શાહરૂખ ખાને એક વીડિયો શેર (Shah Rukh Khan heartfelt video) કરીને ચાહકોની ચિંતા વધારી દીધી છે. વાસ્તવમાં શાહરૂખનો આ વીડિયો સાઉદી અરેબિયાથી આવ્યો છે, જેણે ચાહકોમાં ખળભળાટ મચાવી દીધો છે.
શાહરૂખે ચાહકોની ચિંતા વધારી: શાહરૂખ ખાને શેર કરેલા વીડિયોમાં તેણે જણાવ્યું છે કે, તેમણે ફિલ્મ 'ડંકી'નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ વીડિયોમાં શાહરૂખે ફિલ્મ 'ડંકી'ના નિર્દેશક રાજકુમાર હિરાનીનો આભાર વ્યક્ત કર્યો છે. વીડિયોમાં શાહરૂખ બોલતો જોવા મળી રહ્યો છે, 'ડંકી'નું શૂટિંગ શેડ્યૂલ પૂરું થઈ ગયું છે. વીડિયોની સાથે શાહરૂખે કેપ્શન આપ્યું છે કે, 'સાઉદીના સંસ્કૃતિ મંત્રાલય તેમજ 'ડંકી'ની ટીમનો અને જેણે પણ આ શૂટમાં સહકાર આપ્યો છે, તે દરેકનો આભાર. આ શેડ્યૂલ ખૂબ જ સારી રીતે થયું.'