મુંબઈઃ તારીખ 30 ડિસેમ્બરની સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધનથી સમગ્ર દેશમાં વાતાવરણ શોકમય બની ગયું હતું. આ દુઃખદ ઘડીમાં રાજકારણ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી અને નાની હસ્તીઓએ PM મોદીના માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. હવે બોલિવૂડના 2 દિગ્ગજ સ્ટાર્સ શાહરૂખ ખાન અને સલમાન ખાને (Shah Rukh Khan and Salman Khan) PM મોદીની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો (PM Modi Mother Demise) છે. પરંતુ બંને સ્ટાર્સને હવે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:PM મોદીના માતા હીરાબાના નિધન પર સેલિબ્રિટીએ વ્યક્ત કર્યો શોક
શાહરૂખ ખાને ટ્વીટ કર્યું:પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પઠાણ'ને લઈને દેશભરમાં વિરોધનો સામનો કરી રહેલા શાહરૂખ ખાને તારીખ 31 ડિસેમ્બરે PM મોદીની માતાના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું છે. 'પઠાણ' અભિનેતાએ લખ્યું, 'નરેન્દ્ર મોદીજીને તેમની માતા હીરાબેન જીના નિધન પર હૃદયપૂર્વક સંવેદના, મારા પરિવારની પ્રાર્થના તમારી સાથે છે, તેમની આત્માને શાંતિ મળે'. શાહરૂખ ખાનના આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા 8 લાખથી વધુ ચાહકોએ PM મોદીની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
સલમાન ખાને વ્યક્ત કર્યો શોક:PM મોદીની માતાના નિધન પર શોક વ્યક્ત કરતા સલમાન ખાને શાહરૂખ ખાન પહેલા પોતાના ટ્વિટર પર લખ્યું, 'હું તમારું દર્દ અનુભવી શકું છું. કારણ કે, માતાને ગુમાવવાથી મોટી ખોટ કોઈ નથી. જરૂરતની આ ઘડીમાં ભગવાન તમને શક્તિ આપે. અહીં સલમાન ખાનના 10 લાખ ચાહકોએ સલમાન ખાનના આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે અને PM મોદીના નિધન પર શોક પણ વ્યક્ત કર્યો છે. પરંતુ આ સંદર્ભમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ત્રીજા ખાન આમિર ખાનની સોશિયલ મીડિયા પર કોઈ ટ્વીટ કે પ્રતિક્રિયા મળી નથી.