હૈદરાબાદ: શાહરૂખ ખાન ફરી એકવાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે, કારણ કે કિંગ ખાનની પાસે ઘણી ફિલ્મો છે અને તે આ બધી ફિલ્મો પર ઝડપથી કામ કરી રહ્યો છે. 'ડંકી' અને 'પઠાણ' ફિલ્મો સાથે, શાહરૂખ ખાને સાઉથ ફિલ્મોના હિટ નિર્દેશક એટલી કુમાર (Atlee Kumars Films) સાથે પણ એક પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યા છે. શાહરૂખ આ ફિલ્મના શૂટિંગ માટે રવાના થઈ ગયો છે અને તે પાપારાઝીઓની નજરમાં વારંવાર આવી રહ્યો છે. જો કે, આ ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. આ ફિલ્મમાં તે સાઉથની સુપરહિટ અભિનેત્રી નયનતારા સાથે જોવા મળશે.
શાહરૂખ ખાન અને નયનતારાની ફિલ્મનું નામ આવ્યું બહાર - રોમેન્ટિક ડ્રામા
શાહરૂખ ખાને સાઉથ ફિલ્મોના યુવા દિગ્દર્શક એટલી કુમાર (Atlee Kumars Films) સાથે જે ફિલ્મ સાઈન કરી હતી, તેનું નામ સામે આવ્યું છે. સેટ પરથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં શાહરૂખ ખાન અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે.
શાહરૂખ જાહેરમાં શોર્ટ્સમાં જોવા મળ્યો:શાહરુખની એટલી કુમાર સાથેના આ આગામી પ્રોજેક્ટનું નામ 'જવાન' કહેવામાં આવી રહ્યું છે, પરંતુ મેકર્સ દ્વારા ફિલ્મના નામને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થવાની છે. આ એક રોમેન્ટિક ડ્રામા (Romantic drama) ફિલ્મ હોવાનું કહેવાય છે, જેમાં શાહરૂખ ખાન અને નયનતારા (Shahrukh khan and Nayanthara) રોમાન્સ કરતા જોવા મળશે. આ ફિલ્મનું નામ પહેલા સિંહ (LION) કહેવામાં આવતું હતું. સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો આવ્યો છે, જેમાં શાહરૂખ ખાન સફેદ ટી-શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી રહ્યો છે. આ પહેલીવાર છે, જ્યારે શાહરૂખ જાહેરમાં શોર્ટ્સમાં જોવા મળ્યો છે.
આ પણ વાંચો:કોન્સર્ટ પછી સિંગર કેકે સાથે શું થયું, હોસ્પિટલ પહોંચતા પહેલા જ છોડ્યા પ્રાણ જાણો સમગ્ર ઘટના
શાહરૂખ ખાનનો ડબલ રોલ મળશે જોવા: અહીં, મેકર્સ ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે, જેમાં શાહરૂખ ખાનનો દમદાર અવતાર જોવા મળશે. આ ટીઝર 1 મિનિટ 34 સેકન્ડનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ફિલ્મ માટે 25 ટાઇટલ પર ચર્ચા કરવામાં આવી હતી, જે બાદ ફિલ્મનું નામ 'જવાન' (Jawan) રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો ડબલ રોલ (Shah Rukh Khans double role) જોવા મળી શકે છે. શાહરૂખે ઘણી ફિલ્મોમાં ડબલ રોલ કર્યો છે. અભિનેત્રી નયનતારા પોલીસ ઓફિસરની ભૂમિકામાં હશે અને ફિલ્મમાં પ્રખ્યાત કોમેડિયન સુનીલ ગ્રોવર અને 'દંગલ ગર્લ' સાન્યા મલ્હોત્રા પણ જોવા મળશે.