હૈદરાબાદ:ગ્લોબલ સ્ટાર દીપિકા પાદુકોણ તારીખ 5 જાન્યુઆરીએ તેનો 37મો જન્મદિવસ (Deepika Padukone birthday) ઉજવી રહી છે. દીપિકા પાદુકોણને તેના ફેન્સ અને સેલેબ્સ તરફથી સોશિયલ મીડિયા પર ખૂબ અભિનંદન મળી રહ્યા છે. દીપિકાના ફેન્સ તેની તસવીરો શેર કરીને તેને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને (Deepika Padukone and Shah Rukh khan pathaan) પણ દીપિકા પાદુકોણને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. શાહરૂખે ફિલ્મ 'પઠાણ'નું દીપિકા પાદુકોણનું શાનદાર પોસ્ટર પણ શેર કર્યું છે. નોંધનીય છે કે, શાહરૂખ અને દીપિકા ફિલ્મ 'પઠાણ'માં લીડ પેર તરીકે જોવા મળશે. આ ફિલ્મ તારીખ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.
આ પણ વાંચો:સોહા અલી ખાને પરિવાર સાથેની સુંદર પળોની તસવીરો કરી શેર
શાહરૂખે જન્મદિવસની પાઠવી શુભેચ્છા:શાહરૂખ ખાને દીપિકા પાદુકોણની એક તસવીર શેર કરી અને લખ્યું, 'તમને દરેક સંભવિત અવતારમાં સ્ક્રીનના સ્ટાર બનવા માટે બન્યા છો, હંમેશા ગર્વ છે અને હંમેશા તમારા માટે નવી ઊંચાઈઓને સ્પર્શવા માંગે છું. જન્મદિવસની શુભકામનાઓ. ઘણો પ્રેમ.' શાહરૂખ ખાને ફિલ્મ 'પઠાણ'નું દીપિકા પાદુકોણનું પોસ્ટર શેર કર્યું છે. જેમાં તે માથું નમાવીને અને હાથમાં બંદૂક લઈને ઉભી છે. દીપિકાના કપાળ અને આંખના નીચેના ભાગમાંથી લોહી નીકળતું જોવા મળે છે.