તિરુપતિ: શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' તારીખ 7 સપ્ટેમ્બમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા કિંગ ખાન પોતાની દિકરી સુહાના ખાન અને એક્ટ્રેસ નયનતારા સહિત તિરુપતિ મંદિરે પહોંચ્યા હતા. આ દરમિયાન શાહરુખ સહીત સુહાના અને નયનતારાએ તિરુપતિમાં શ્રી વેંક્ટેશ્વર સ્વામીના દર્શન કર્યા હતા. શાહરુખની ફિલ્મ 'જવાન'ને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળે છે. હવે આ ફિલ્મ મોટા પડદા પર આવવા માટે ફક્ત બે દિવસ બાકી રહ્યા છે.
શાહરુખ તિરુપતિ મંદિરે પહોંચ્યા: શાહરુખ ખાન અને તેમની દિકરી સુહાના ખાન તારીખ 5 સપ્ટેમ્બરે સવારે તિરુપતિ પહોંચ્યા હતા. શાહરુખ ખાનની સાથે સુહાના ખાન ઉપરાંત નયનતારા અને મેનેજર પૂજા દદલાની પણ જોવા મળી હતી. તેઓ શ્રી વેંક્ટેશ્વર સ્વામી મંદિરમાં પૂજા કરતા જોવા મળ્યા હતા. અગાઉ શાહરુખ ખાન વૈષ્ણોદેવી મંદિરે આશિર્વાદ માટે પહોંચ્યા હતા.
શાહરુખ ખાન પરંપરાગત પોષાકમાં: તિરુપતિથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શાહરુખ ખાને જેકેટ અને લાઈટ બ્રાઉન કાર્ગો પેન્ટ પહેર્યો છે. મંદિરના એક બીજી વીડિયોમાં શાહરુખ ખાન વ્હાઈટ પરંપરાગત પોશાકમાં જોવા મળે છે. આ દરમિયાન શાહરુખ ખાનની દિકરી સુહાના ખાન વ્હાઈટ સલવાર સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. 'જવાન' ફિલ્મની એડવાન્સ બુકિંગ શરુ થઈ ચૂકી છે અને વધુ વેચાઈ રહી છે. કિંગ ખાન 'પઠાણ' બાદ ફરી એક વાર બોક્સ ઓફિસ પર ધડાકો કરવા માટે તૈયાર છે.
ટૂંક સમયમાં રિલીઝ થશે જવાન: 'જવાન' ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુમાં તારીખ 7 સ્ટેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે બોક્સ ઓફિસ પર રિલીઝ થવા જઈ રહી છે. 'જવાન' શાહરુખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા અને પ્રિયામણિ અભિનીત છે. 'જવાન' ફિલ્મમાં દીપિકા પાદુકોણ કેમિયોની ભૂમિકામાં જોવા મળશે. આ પહેલા દીપિકા 'પઠાણ' ફિલ્મમાં શાહરુખ સાથે જોવા મળી હતી. 'પઠાણ' ફિલ્મની સફળતા બાદ હવે 'જવાન' ફિલ્મ સાથે થિયેટરોમાં તોફાન મચાવવા માટે આ જોડી પાછી જોવા મળશે.
- Jobaniyu Song Release: સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર 'હું અને તું' ફિલ્મનું ગીત 'જોબનિયું' રિલીઝ
- Jawan Records: 'જવાન' ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થતા જ આ 10 રેકોર્ડ બનાવશે
- 3 Ekka Collection: 3 'એક્કા' ફિલ્મે 10 દિવસમાં 18 કરોડથી પણ વધુની કમાણી કરી