ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Shaakuntalam box office: સામન્થાની ફિલ્મ શાકુંતલમે પ્રથમ દિવસે કરી સારી શરૂઆત, તમામ ભાષાઓમાં 5 કરોડની કમાણી - શાકુંતલમ બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 1

અભિનેત્રી સામન્થા રૂથ પ્રભુની પૌરાણિક નાટક પર આધારિત ફિલ્મ શાકુંતલમે તેની અગાઉની ફિલ્મ યશોદા કરતાં વધુ સારી શરૂઆત કરી છે. તમામ ભાષાઓમાં રૂપિયા 5 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મમાં મોહન બાબુ, અલ્લુ અર્હા, અદિતિ બાલન, ગૌતમી સહિતના કલાકારો સામેલ છે. અગાઉ ફિલ્મ નિર્માતાઓ રાજ અને ડીકેએ 'શાકુંતલમ'ની પ્રશંસા કરતી હતી.

સામન્થાની ફિલ્મ શાકુંતલમે પ્રથમ દિવસે કરી સારી શરૂઆત, તમામ ભાષાઓમાં 5 કરોડની કમાણી
સામન્થાની ફિલ્મ શાકુંતલમે પ્રથમ દિવસે કરી સારી શરૂઆત, તમામ ભાષાઓમાં 5 કરોડની કમાણી

By

Published : Apr 15, 2023, 1:54 PM IST

હૈદરાબાદ:સમંથા રૂથ પ્રભુ અભિનીત ફિલ્મ શાકુંતલમ જે કાલિદાસના નાટક અભિજ્ઞાનશકુંતલમ પર આધારિત છે. તારીખ 14 એપ્રિલના રોજ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટ્રેકરના જણાવ્યા મુજબ, ગુણશેખર દ્વારા નિર્દેશિત પૌરાણિક નાટક તેના શરૂઆતના દિવસે વધારે ભીડ એક્ઠી કરી શક્યું ન હતું અને તેણે તમામ ભાષાઓમાં 5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ પણ વાંચો:Janhvi Kapoor Latest Photos: જાનવી કપૂરને આવા અવતારીમાં ક્યારેય નહીં જોય હોય, બ્લેક શેડમાં આપ્યા બોલ્ડ પોઝ

ફિલ્મ શાકુંતલમની કમાણી: તેલુગુ રાજ્યોમાં શાકુંતલમનો એકંદરે 32.60 ટકા ઓક્યુપન્સી રેટ હતો. સામન્થાએ ફિલ્મમાં શકુંતલાની મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત દેવ મોહન પુરુ વંશના શાસક દુષ્યંતની ભૂમિકા ભજવી છે. આગામી સપ્તાહ માટે મૂવી થિયેટરોમાં દર્શકોની સંખ્યા વધારવા માટેે શાકુંતલમે હવે સપ્તાહના અંતે ગતિ વધારવી પડશે.

ફિલ્મ યશોદાની કમાણી: સામન્થાની અગાઉની મૂવી 'યશોદા'એ લગભગ 3 કરોડ રુપિયાથી શરૂઆત કરી હતી. તદુપરાંત બોક્સ ઓફિસ પર રૂપિયા 10 કરોડની કમાણી સાથે તેના પ્રથમ સપ્તાહના અંતનો અંત આવ્યો હતો. આ ફિલ્મે સમગ્ર ભારતમાં લગભગ 20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેની સરખામણીમાં 'શાકુનતલમ'નું ભવિષ્ય વધુ આશાસ્પદ લાગે છે.

આ પણ વાંચો:Sania Gifts Mc Stan: સાનિયા મિર્ઝાએ Mc સ્ટેનને ભેટમાં આપ્યા બુટ, કિંમત જાણી થશે અચરજ

શાકુંતલમની પ્રશંસા કરતી નોંધ: શાકુંતલમ તેના ટ્રેલરના દેખાવના આધારે મોટા બજેટમાં બનાવવામાં આવી હોય તેવું લાગે છે. આ ફિલ્મમાં મોહન બાબુ, અલ્લુ અર્હા, અદિતિ બાલન, ગૌતમી, સચિન ખેડેકર અને અનન્યા નાગલ્લા સહિતના કલાકારો સામેલ છે. અગાઉ ફિલ્મ નિર્માતાઓ રાજ અને ડીકે જેઓ હાલમાં સામન્થા રૂથ પ્રભુ અને વરુણ ધવન અભિનીત સ્પાય થ્રિલર શ્રેણી સિટાડેલના ભારતીય સંસ્કરણનું સંચાલન કરી રહ્યા છે. આ દિગ્દર્શકની જોડીએ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર 'શાકુંતલમ'ની પ્રશંસા કરતી એક નોંધ લખી હતી.

ABOUT THE AUTHOR

...view details